કિવ : યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયાને લઈને તીખી ટિપ્પણી કરી છે. એક મીડિયા રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું કે, 'વ્લાદિમીર પુતિનનું જલ્દી મોત થશે અને આ હકીકત છે.
પુતિનનું સ્વાસ્થ્ય ખરાબ છે.' એક તસવીર શેર કરતાં પશ્ચિમી મીડિયાએ દાવો કર્યો છે કે, વ્લાદિમીર પુતિનનું સ્વાસ્થ્ય બરાબર નથી. આ તસવીરમાં દેખાય છે કે, પુતિને ટેબલને એક હાથે ખૂબ જ મજબૂતાઈથી પકડ્યું છે. આ જ આધારે તેમની તબિયતને લઈને દાવા કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, પશ્ચિમી મીડિયા અવાર-નવાર પુતિનની તબિયતને લઈને આવી આશંકા વ્યક્ત કરતી રહે છે. બુધવારે ઝેલેન્સ્કીની મુલાકાત ફ્રાન્સના નેતા ઇમેનુઅલ મેક્રો સાથે થઈ હતી.
આ દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું કે, પુતિન તો યુરોપને પણ ટાર્ગેટ કરવા ઈચ્છે છે. જેના માટે અંદરથી જ અભિયાન શરૂ કરી દીધું છે અને હંગેરી તેમની સાથે છે. પરંતુ, જલ્દી વ્લાદિમીર પુતિનનું મોત થઈ જશે. આ હકીકત છે અને આ સાથે જ તમામ સંઘર્ષ સમાપ્ત થઈ જશે. મને વિશ્વાસ છે કે, અમેરિકાના દબાણમાં કોઈપણ શરત વિના રશિયા યુદ્ધવિરામ માટે રાજી થઈ જશે. અમે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ, રશિયા સતત અમારી ઉપર હુમલા કરાવી રહ્યું છે. તે સામાન્ય નાગરિકો પર પણ હુમલા કરાવે છે. યુદ્ધવિરામની શરત એકલું રશિયા નક્કી ન કરી શકે.
Reporter: admin