ફાલસા જ્યુસ બનાવવા માટે 125 ગ્રામ ફાલસા, 150 ગ્રામ ખાંડ, અડધી ચમચી લીબુંનો રસ, મીઠુ અને સંચર સ્વાદ અનુસાર, ચાટ મસાલો ટેસ્ટ પ્રમાણે જરૂરી છે.
થોડુ પાણી લઇ તેમાં ફાલસા 2 કલાક માટે પલાડવા. ત્યારબાદ તેને મિક્ષરમ પીસી લેવા. અને ચાડનીથો ચાળી લેવા. ત્યારબાદ એક વાસણમાં એક તારની ચાસણી કરવી અને લીબુંનો રસ ઉમેરવો. તેમાં ફાલસાની પેસ્ટ ઉમેરવી અને 10 મિનિટ સુધી ગરમ કરવું. ત્યાર પછી તેને ઠંડુ પડવા દેવું અને બોટલમાં ભરી લેવું.
હવે જયારે જ્યુસ પીવું હોય ત્યારે ગ્લાસમાં પાણી લઇ બે ચમચી ફાલસા પેસ્ટ લઇ બરફ અને મીઠુ, સંચર, અને ચાટ મસાલો ઉમેરી પીવું. આ જ્યુસ હેલ્થી છે અને ટેસ્ટી પણ લાગે છે.
Reporter: admin