News Portal...

Breaking News :

અવનવી વાનગી : જુવાર, બાજરી અને ચણાના લોટના રસિયા મુઠીયા બનાવવાની રીત

2025-07-08 17:07:03
અવનવી વાનગી : જુવાર, બાજરી અને ચણાના લોટના રસિયા મુઠીયા બનાવવાની રીત


સામગ્રીમાં  1 વાડકી ભાત, 2 ચમચી બાજરી અને ચણા નો લોટ, 4 ચમચી જુવારનો લોટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી જીરું, 1 ચમચી ધાણાજીરું, ચપટી હિંગ, 1 ચમચી ગોળ ને અડધી ચમચી લીબુંનો રસ જરૂરી છે.




એક વાસણમાં ભાત બધા મસાલા ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી લોટ તૈયાર કરવો. એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું, રાઈ અને હિંગની વઘાર કરવો. અને એક વાડકી પાણી ઉમેરી મીઠુ, ગોળ, હળદર, મરચું, ધાણાજીરું ઉમેરી પાણી ઉકળે એટલે તેમાં નાના મુઠીયા વાળી લેવા.મુઠીયા થઇ જાય એટલે કોટ બાંધેલા વાસણમાં થોડુ પાણી ઉમેરી મુઠીયા ઉમેરી દેવા. હવે થોડુ પાણી ઉમેરી લીબુંનો રસ ઉમેરી મિક્સ કરી ગેસ બન્ધ કરી દેવો.

Reporter: admin

Related Post