પેરિસ: ઓલિમ્પિક્સ 2024માં ભારતની ગોલ્ડ આશા નીરજ ચોપરા આજે ગુરુવારે એક્શનમાં આવશે. નીરજ ચોપરાએ 2021માં ટોક્યોમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
આ વર્ષે નીરજે માત્ર ત્રણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ હંમેશની જેમ મંગળવારે પેરિસમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં તે અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. નીરજે તેના પ્રથમ અને એકમાત્ર પ્રયાસમાં 89.34 મીટરનો શાનદાર થ્રો કર્યો હતો. આ સાથે તે સીધો ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો. આ તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો અને તેની કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો હતો.
1. નીરજ ચોપરાની ફાઈનલ ભારતીય સમય અનુસાર રાત્રે 11.50 વાગ્યે શરૂ થશે
2. નીરજ ચોપરા એથ્લેટિક્સમાં મેન્સ જેવલિનની ફાઇનલમાં જોવા મળશે
3. નીરજ ચોપરાની મેન્સ જેવલિન ફાઈનલ સ્પોર્ટ્સ 18 અને જિયો સિનેમા એપ પર લાઈવ જોઈ શકાશે.
4. પાકિસ્તાનનો અરશદ નદીમ પણ નીરજ ચોપરાનો હરીફ
5. ગ્રેનડાના એન્ડરસન પીટર્સ, જર્મનીના જુલિયન વેબર સાથે પણ ટક્કર
Reporter: admin