News Portal...

Breaking News :

સક્રિય ચોમાસાની અસર: દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ, IMDની ચેતવણી

2026-07-21 09:33:36
સક્રિય ચોમાસાની અસર: દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ, IMDની ચેતવણી

દેશમાં સક્રિય બનેલા ચોમાસાને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD)એ અનેક રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6થી 7 દિવસ દરમિયાન ઉત્તર, પૂર્વ, ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે.

IMDએ હિમાચલ પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન તેમજ નદીઓના જળસ્તરમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

હવામાન વિભાગે લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને પહાડી વિસ્તારોની નજીક જવાનું ટાળવા તેમજ સ્થાનિક તંત્ર અને IMD દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટીતંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. 

Reporter: admin

Related Post