ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં આજે ભારત માટે મહત્વપૂર્ણ દિવસ છે. સ્પર્ધાના બીજા દિવસે ભારતીય ખેલાડીઓ બોક્સિંગ, સ્વિમિંગ, પેરા સ્વિમિંગ, પેરા પાવરલિફ્ટિંગ, જિમ્નાસ્ટિક્સ અને લૉન બૉલ્સ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય બતાવશે.
ભારતને સૌથી વધુ આશા પેરા પાવરલિફ્ટિંગ અને પેરા સ્વિમિંગમાંથી છે, જ્યાં ભારતીય ખેલાડીઓ પદક જીતે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બોક્સિંગમાં પણ ભારતીય બોક્સરો જીતના ઈરાદા સાથે રિંગમાં ઉતરશે.
ભારતના સ્ટાર સ્વિમર શ્રીહરિ નટરાજ પણ આજે એક્શનમાં જોવા મળશે. જ્યારે જિમ્નાસ્ટિક્સ અને લૉન બૉલ્સમાં પણ ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને પદક કોષ્ટકમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે શરૂઆતથી જ સકારાત્મક પ્રદર્શન કર્યું છે. ત્યારે આજે યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ વધુ પદકો જીતે તેવી દેશવાસીઓને આશા છે.
Reporter: admin







