દિલ્હી : ભારતમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરશે.76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતો સમારોહમાં ભાગ લેશે. આ સમારોહનું મુખ્ય આકર્ષણ ફ્લાય-પાસ્ટ હશે જે ભારતની વાયુશક્તિ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત ડીઆરડીઓનો ટેબ્લો પણ ભારતની શક્તિનો પરચો બતાવશે. 76મા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. પરેડ સવારે લગભગ 10:30 વાગ્યે શરૂ થશે. તે લગભગ 90 મિનિટ ચાલશે.
આ ઉજવણીની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે થશે. અહીં તે દેશના નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 'પરંપરાગત બગી'માં સવારી કરીને કર્તવ્ય પથ પર પહોંચશે.76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ જેમણે આપણું બંધારણ બનાવીને ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવશાળી અને એકતા પર આધારિત હોય. તેમણે કહ્યું કે આશા છે કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.
Reporter: admin