News Portal...

Breaking News :

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા ૨૪ કલાકમાં ૪ નવાકેસ નોંધાયા

2025-05-22 18:06:47
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા ૨૪ કલાકમાં ૪ નવાકેસ નોંધાયા


અમદાવાદ : ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત,રાજકોટ સહિત ઠેક ઠેકાણે કોરોના કેસ નોંધાયા છે. એવામાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ નવા કેસ નોંધાયા છે.




મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના તમામ દર્દીઓ પૈકી એક ૮૪ વર્ષીય પુરુષને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સિવાયના તમામ અન્ય દર્દીઓ હોમ આઈસિલેશનમાં છે. શહેરમાં મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ૩૮ કેસ માત્ર મે મહિનામાં નોંધાયા છે. AMC સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. 


SVP શારદાબેન અને એલ જી હોસ્પિટલમ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં 38 કેસ પૈકી ૩૧ એક્ટિવ કેસ હોવાની માહિતી મળી રહી છે.રાજકોટ શહેરમાં ૪૩ વર્ષીય પુરુષને કોરોના પોઝિટીવ નીકળ્યો હોવાની માગિચી મળી રહી છે. વિદેશથી પરત આપતા લક્ષણો જોવા મળતા રિપોર્ટ કરાવાયો જેમાં તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતા. રાજકોટના ન્યુ ઓમનગર વિસ્તારમાં કેસ નોંધાયો છે. હાલ દર્દીને સામાન્ય લક્ષણો હોવાથી તેમને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post