News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં પ્રતિદિન સરેરાશ ૧૫૦ જેટલા ખાડાઓનું થાય છે પેચવર્ક

2024-09-15 13:25:07
વડોદરા જિલ્લામાં પ્રતિદિન સરેરાશ ૧૫૦ જેટલા ખાડાઓનું થાય છે પેચવર્ક


ભારે વરસાદને કારણે વડોદરા જિલ્લાના વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાઓને દુરસ્ત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ ગ્રામ્ય દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. 


ખાસ કરીને વડોદરાથી ડભોઇ અને સાધલીથી શિનોર રોડ ઉપર પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે. કાર્યપાલક ઇજનેર યુ. સી. પટેલે જણાવ્યું કે, વડોદરા જિલ્લાના ૧૫ માર્ગોને દુરસ્ત કરવાની કામગીરી કરાઇ રહી છે. જેમાં મુખ્યત્વે વડોદરાથી ડભોઇ અને સાધલીથી શિનોર સુધીના માર્ગ પડેલા ખાડાને પેચવર્ક કરી પૂરવામાં આવી રહ્યા છે.


 તેમણે કહ્યું કે, પ્રતિદિન સરેરાશ ૧૫૦ જેટલા ખાડાઓને પેચવર્ક કરવામાં આવે છે. આ માટે ૮૦થી વધુ શ્રમયોગીઓ અને યાંત્રિક સાધનો કામે લગાડવામાં આવ્યા છે. અનુકૂળ સંજોગોમાં આગામી એક પખવાડિયા દરમિયાન આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

Reporter:

Related Post