હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો ભગવાન ભોળાનાથની પૂજા કરે છે અને ભોળાનાથ દરેકના જીવનના કષ્ટ દૂર કરે છે.
આ માસમાં મોટી સઁખ્યામાં ભક્તો ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર જાય છે જ્યાં 12 મા પાટોત્સવ હોય છે જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્રની ધાર્મિક વિધિ કરી ભકતો દ્વારા ભક્તિ સભર રીતે ઉજવણીકરવામાંઆવી.પંચેશ્રર મહાદેવનુ મંદિર ડભોઇના નાદોદી ભાગોળ ખાતે વાયુ છે જ્યાં 12 મો પાટોત્સવ હોવાથી વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર ધાર્મિક વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં સંત દ્વારા મહાપુજા કરવામાં હતી અને ભગવાન મહાદેવના અભિષેક કરતા અને ધુન કરતા આખુ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, અહીં તમામભક્તો માટે મહાપ્રસાદી રાખવામાં આવી હતી. જેનો ભક્તોએ લાભ લીધો હતો. અને ભોળાનાથની પૂજા કરી હતી.
Reporter: admin