ગત રોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોનો ભોગ લેવાયો હતો જેમાં ત્રણ ગુજરાતી હતા

આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને લોકો ઉપર અંધાધુન ગોળીબાર કરવામાં આવ્યો હતો. આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યોસમગ્ર ભારતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે સાવલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી ટાર્ગેટના આધારે લોકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો જેને લઇને હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે

જેને પગલે સાવલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને તેની પાછળ જવાબદાર જે કોઈ પણ આતંકવાદી સંગઠન હોય તેની સામે કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સાવલી મામલતદાર (જે.વી.પટેલ )ને આવેદનપત્ર આપવામાં આવ્યું

Reporter: admin