સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે. લોરેન્સને સાબરમતિ જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે.
મળતી વિગત મુજબ અમદાવાદ ની સાબરમતી જેલમાં કેદ બિશનોઈએ બકરી ઈદ નીમિતે પાકિસ્તાનમાં બેઠા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યાનું અનુમાન છે. લોરેન્સને સાબરમતિ જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. ત્યારે વીડિયો વાયરલ થયો છે તેની જાણકારી મળી રહી છે પણ આ અંગે NEWS PLUS આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.મળતી માહિતી મુજબ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અહીં જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં તેના મિત્રને વીડિયો કોલ કર્યો હોવાનુ અનુમાન છે. ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાથી આવ્યો તે સૌથી મોટો સવાલ છે.
વિડિયો કોલ વાયરલ થતા હવે જેલ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત ATS એ લોરેન્સની ટ્રાન્સફર વોરંટ થી ધરપકડ કરી હતી. ડ્રગ્સ કેસમાં લોરેન્સની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી.વીડિયો તેનો મિત્ર કહી રહ્યો છે દુબઈ જેવા દેશોમાં આજે છે જ્યારે અન્ય દેશોમાં આવતીકાલે છે વીડિયો પરથી લાગી રહ્યું છે બકરી ઈદ આવતીકાલે છે તેને લઈને વાત કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો 16મી જૂનનો હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે.લોરેન્સના કથિત વીડિયો પર પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતુ કે આ આજે જ સવારે આ વીડિયો ધ્યાનમાં આવ્યો છે તે અંગે કોઈને કઈ જાણ નથી ત્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus