News Portal...

Breaking News :

ઐશ્વર્યાના વાઈરલ થયેલા ફોટોમાં તેણે વેડિંગ રિંગ ફ્લોન્ટ કરી શું હિન્ટ આપી

2024-11-23 14:39:16
ઐશ્વર્યાના વાઈરલ થયેલા ફોટોમાં તેણે વેડિંગ રિંગ ફ્લોન્ટ કરી શું હિન્ટ આપી


મુંબઈ : છેલ્લાં કેટલાય સમયથી મિસ યુનિવર્સ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ડિવોર્સ લઈ રહ્યા છે.  


બંને વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ હવે એક્ટ્રેસે હવે આ બાબતે મોટી હિન્ટ આપી છે.ઐશ્વર્યાના વાઈરલ થઈ રહેલાં ફોટોમાં તેણે વેડિંગ રિંગ ફ્લોન્ટ કરી હતી. આ પહેલાં પણ પેરિસમાં યોજાયેલા ફેશન શોમાં પણ તેણે વેડિંગ રિંગ ફ્લોન્ટ કરીને ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. દીકરી આરાધ્યાની બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યાએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે ફરી એક વખત બંનેના ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. આવો જોઈએ એવું તે શું કર્યું ઐશ્વર્યાએ-ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવૂડના પાવર કપલ છે, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ પાવર કપલની મેરિડ લાઈફમાંથી સ્પાર્ક મિસિંગ છે અને તેઓ બંને એકબીજાથી દૂર દૂર રહે છે. 


આ જ કારણ બંનેના અફેયરની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. આ મામલે કપલે કંઈ પણ કહેવાનું પસંદ નથી કર્યું. પરંતુ દર વખતે ઐશ્વર્યા કોઈને કોઈ એવી હિંટ આપે છે કે જેને કારણે અફવાઓ પર ફૂલસ્ટોપ મૂકાઈ જાય છે.હાલમાં જ આરાધ્યા બચ્ચને પોતાનો 13મો જન્મદિવસ ઉજવ્યો હતો અને મમ્મી ઐશ્વર્યા દીકરીની બર્થડે પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. ડિસ્કો નાઈટ્સ પર આધારિત હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ઐશ્વર્યાએ એવી હિન્ટ આપી છે જેને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક બંને જણ સાથે જ છે અને તેઓ ડિવોર્સ નથી લેવા જઈ રહ્યા.

Reporter: admin

Related Post