વડોદરા : મ.સ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટી અવારનવાર વાદ-વિવાદમાં આવતી રહેતી હોય છે.જેમાં પ્રવેશ માટેના મુદ્દા હોય,વિદ્યાર્થીઓને ભણાવવાની વાત હોય,પરિણામની વાત હોય, સાફસફાઈની વાત હોય કે પછી આર્ટસ ફેકલ્ટીના કેમ્પસમાં થતી મારામારીની વાત હોય.
હંમેશા આર્ટસ ફેકલ્ટી કોઈના કોઈ વિવાદોથી ઘેરાતી રહેતી હોય છે. આવીજ રીતે આર્ટસ ફેકલ્ટી નું એક અગત્યનું ડીપાર્ટમેન્ટ એટલે કે સંસ્કૃત વિભાગ. જેમાં ફરજ બજાવતા શિક્ષક ડો.સ્વેતા જેજુરકર દ્વારા અગાઉ હિન્દૂ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દૂ ધર્મના પ્રાચીન ગ્રંથ રામાયણમાં માતા સીતાનું હરણ ભગવાન રામ દ્વારા કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ ડો.સ્વેતા દ્વારા કરવામાં આવ્યો હતો.જે પુસ્તકમાં તેઓ રીવ્યુઅર તરીકે ભૂમિકા ભજવતા હતા.જેને લઈને ગુજરાત સરકાર દ્વારા ડો.સ્વેતા જેજુરકર ને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા.
પરંતુ યુનિવર્સિટીના સતાધીશો ક્યાંકને ક્યાંક વ્હાલા-દવલાની નીતિ અપનાવીને આવા શિક્ષકોને ઘણી અગત્યની જવાબદારીઓ આપી રહી છે.જેનાથી ક્યાંક યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પોંહચી રહી છે અને યુનિવર્સિટીનું નામ કલંકિત થઇ રહ્યું છે.જેથી NSUI આવા શિક્ષકોને હટાવવાની માંગ કરે છે,આવનારા દિવસોમાં જો કોઈ પ્રકારના પગલાં યુનિવર્સિટી દ્વારા લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Reporter: admin