વડોદરા : મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પંડ્યા બ્રિજથી લઈ છાણી સર્કલ સુધીના હંગામી દબાણો શેડ અને લારીનું દબાણ દૂર કરવામાં આવ્યા.

વડોદરા શહેરના વહીવટી વોર્ડ નં.1 અને 2 માં સમાવેશ વિસ્તારમાં પંડ્યા હોટલ બ્રિજ થી છાણી સર્કલ સુધી હંગામી દબાણો લારી ગલ્લા અને શેડ સર્કલ સુધી દબાણો દૂર કરવામાં આવ્યો હતો .વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર કેબીન શેડ ,લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો. દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર પીઆઇ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.





Reporter: admin