શહેરના 2 સ્થળોએ બ્રિજ ઉતર્યા બાદ ટ્રાફિક સિગ્નલ આવી જતાં હોવાથી આ બ્રિજ પરથી રોજ પસાર થઇ રહેલા વાહનચાલકોને બ્રિજના સ્લોપ પર જ બ્રેક લગાવવી પડે તેવી ઉત્તમ કામગિરી કરીને પાલિકાના શાસકો અને અધિકારીઓએ સંતોષ માની લીધો છે.

જો કે જો તમે તમારા વાહનને બ્રેક ના લગાવી શક્યા તો ભોગ તમારા...એમા પાલિકા કંઇ કરશે નહીં..તમારે જ જાનના જોખમે બ્રેક તો લગાવવી જ પડશે.પાલિકાના હોંશિયાર કોન્ટ્રાક્ટરો અને એન્જિનીયરોની કામગિરી એટલે ઉત્તમ કામગિરી..તેમાં કશું કહેવું ના પડે. વડોદરાવાસીઓ તો વર્ષોથી આ ઉત્તમ કામગિરી જાણી જ ગયા છે અને તેથી તેઓ તો જાગૃત જ થઇ ગયા છે. હોશિયાર કોન્ટ્રાક્ટરો અને એન્જિનીયરો ક્યારેક કોઇકનો ભોગ લેશે તો તેમાં તેમનો વાંક જ નહીં હોય તે વાત ચોક્કસ છે કારણ કે તેમણે શહેરના 2 સ્થળોએ બ્રિજ ઉતર્યા બાદ તુરત જ સ્લોપ હોવાથી જ્યારે ટ્રાફિક સિગ્નલ લાલ હોય ત્યારે બ્રિજના સ્લોપ પર વાહન ચાલકોને ગાડીની બ્રેક લગાવી ઉભા રહેવું પડે છે

આ વાતોનો ઉલ્લેખ તાજેતરમાં શહેરના જાણીતા આઇ સર્જન અને યુનિ.ના સેનેટ મેમ્બર ડો.અશોક મહેતાએ પણ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કરી હતી. તેમણે લખ્યું છે કે વડોદરા.. Traffic signals ને કારણસર બ્રિજ નાં સ્લોપ પર બ્રેક લગાવી ઉભું રહેવાનું. ગેંડા સર્કલથી અટલ બ્રિજ પર થઈ આંબેડકર સર્કલ પર સ્લોપ ઉતરતા તથા અટલ બ્રિજ પર અક્ષર ચોકથી નીકળી ચકલી સર્કલ પર સ્લોપ ઉતરતા તરતજ ટ્રાફિક સિગ્નલ છે. જેથી જ્યારે ટ્રાફિક હોય અને સિગ્નલ લાલ હોય ત્યારે બ્રિજ નાં સ્લોપ પર બ્રેક લગાવી ઉભા રહેવું પડે છે. બોલો આખી દુનિયામાં બીજે ક્યાંય આવું જોયુ છે ? રોજ આ બંને બ્રિજ પરથી હજારો વાહન ચાલકો પસાર થઇ રહ્યા છે.જો તમે પીકઅવર્સમાં આ બ્રિજ પર જાવ તો તમને ઉત્તમ દ્રષ્યો જોવા મળી શકે છે. બ્રિજના સ્લોપ પર ટ્રાફિક સિગ્નલ ગ્રીન થાય તેની રાહ જોતા હજારો વાહન ચાલકો તમને જોવા મળી શકે છે. બ્રિજ ઉતરતાં જ ટ્રાફિકજામ સર્જાય તેવી ઉત્તમ કામગિરી પાલિકા દ્વારા કરવામાં આવી છે અને હવે આ ભુલ સુધારવાનો પણ કોઇ અવકાશ નથી અને તેથી લોકોએ હવે આખી જીંદગી આ સમસ્યા ભોગવવાની રહેશે. કાં તો પછી વૈકલ્પિક રસ્તો હોય તો તેનો ઉપયોગ કરવો પડશે..જાનના જોખમે તમારે બંને બ્રિજની સવારી કરવી પડશે તે ચોક્કસ છે.
Reporter: admin