News Portal...

Breaking News :

દુઃખ વહેંચવા પેરોલ અપાતું હોય તો ખુશીના પ્રસંગ માટે કેમ નહીં: મુંબઈ હાઇકોર્ટ

2024-07-14 16:27:57
દુઃખ વહેંચવા પેરોલ અપાતું હોય તો ખુશીના પ્રસંગ માટે કેમ નહીં: મુંબઈ હાઇકોર્ટ



દુઃખની વાત લાગણી હોય તો ખુશી પણ એક જાતની લાગણી છે અને જો દુઃખ વહેંચવા પેરોલ અપાતું હોય તો ખુશીના પ્રસંગ માટે કેમ નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું. 


બોમ્બે હાઈ કોર્ટે ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ કરવા જઈ રહેલા પુત્રને વિદાય આપવા ગુનેગારના પેરોલ મંજૂર કર્યા હતા. કોર્ટે શ્રીવાસ્તવને દસ દિવસના પેરોલ આપ્યા હતા. તેને 2012માં હત્યાના કેસમાં કસૂરવાર ઠર્યો હતો અને જન્મટીપ ભોગવી રહ્યો છે. 2018માં કસૂરવાર ઠેરવ્યો હતો અને 2019માં સજા સામે અપીલ કરી હતી. અરજી અનુસાર તેનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જઈ રહ્યો છે અને તેની ફી રૂ. 36 લાખ છે. 


આ રકમની વ્યવસ્થા કરવા એક મહિનાના પેરોલ માગ્યા હતા.પેરોલ કે ફર્લો આપવાનો ઉદ્દેશ્ય કસૂરવારે તેની પારિવારિક જીવન સાથે સંપર્ક જાળવી શકે અને પરિવારના પ્રશ્નો ઉકેલી શકે તેનો છે. જેલના જીવનની આડઅસરથી બચાવવા અને જીવનમાં  સક્રિય રૂચિ દાખવી માનસિક સંતુલન જાળવી રાખી શકે તેમ જ ભવિષ્યને લઈને આશાવાદી બની રહે તે માટે પેરોલ કે ફર્લો આપવામાં આવતી હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું.

Reporter: admin

Related Post