તાલુકા સેવા સદન ખાતે છેલ્લા એક સપ્તાહમાં આધાર કાર્ડ અને રેશનકાર્ડની કામગીરી માટે તાલુકાની ગ્રામીણ પ્રજાને ધરમના ધક્કા ભુખે તરસે રહિ રોજેરોજ લાઈનોમા ઊભા રહિ ખાવા પડે છે પગ મુકાય તેટલી જગ્યા રહેતી નથી છતા સ્થાનિક વહિવટી તંત્રના પેટનું પાણી નથી હલતું જેના કારણે ભારે હાલાંકી પ્રજાને ભોગવનો વખત આવે છે.
સેવાસદનની કથડેલી પરિસ્થિતિ અને વહિવટના અભાવે પ્રજા ત્રાહિત્રાહિમામ પોકારી ઊઠી છે.તાલુકાના અનેક ગામોમાંથી વાઘોડિયા સેવા સદન ખાતે આધારકાર્ડ અપડેટ, મોબાઈલ નંબર જનરેટ, નામ સુધારા વધારા કરાવવા,બાયો મેટ્રીક, કેવાયસી વગેરેની કામગીરી અર્થે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાની શિષ્યવૃત્તિને લઈને વાલીઓ સાથે વહેલી સવારથી આવતા હોય છે. એક સાથે રોજેરોજ 200 ઉપરાંત લાભાર્થીઓનો ઘસારો કચેરીમાં જોવા મડે છે.ઉઠવા બેસવાની વ્યવસ્થા પણ ખોરવાઈ છે.ગરમી બફારા વચ્ચે પ્રજા ભુખે તરસે ઊભી રહિ પોતાનો નંબર આવે તેની રાહ જોયા કરી રોજબરોજ ઘરમના ઘક્કા ખાઈ રહિ છે. કચેરીમા એકમાત્ર આઘારકાર્ડ ઓપરેટર હોય અને વારંવાર સર્વર ખોરવાતા પ્રજાને નાનાનાના બાળકો સાથે મહિલાઓ અને વિઘ્યાર્થી વાલીઓને કામગીરી માટે ઘક્કા ખાવા પડે છે.
સરકારી કચેરીનો લોલમલોલ વહિવટ ચાલી રહ્યો છે..AC ચેમ્બરમા બેસી અઘિકારીઓને પ્રજાના પરસેવાની ચીંતા નથી થતી. વહિવટી તંત્રની ખામીના કારણે પ્રજાને ગ્રામ પંતાયતો છોડી મામલતદાર કચેરી સુઘીના ઘક્કા ખાતા સમય અને નાણાં વેડફાઈ રહ્યા છે.પ્રજાના કામો થતા નથી, જેનો બડાપો નાગરીકો તંત્ર પર રોષ ઠાલવી કરી રહ્યા છે.તેવામા સેવાસદન ખાતે આવી ચઢેલ વડોદરા જિલ્લા વિકાસ અઘિકારીએ પ્રજાની પિડાને સમજી તેમની મુશકેલી નિવારણ અર્થે તાત્કાલિક સેવાસદન ખાતે મમતા હિરપરા (DDO, વડોદરા )નો સંપર્ક કરતા સમસ્યા નિવારણ હેતુ વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, પુરવઠા વિભાગ અને તાલુકા વિકાસ અઘિકારીને તાત્કાલીક જેતે ગ્રામ પંચાયતોમા VC ધ્વારા આઘાર કામગીરી સોપવાનુ ફરમાન કરી લોકોને સમસ્યાથી છુટકારો મળે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જેના કારણે તાલુકાની જનતા પોત પોતાની પંચાયતમા સરળતાથી કામગીરી કરી શકે તેઓ અમલવારી કરવા આદેશ અપાયો છે
Reporter: admin