News Portal...

Breaking News :

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટી ફરી એકવાર વિદેશી દારૂને લઈને વિવાદ

2024-12-10 09:46:30
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટી ફરી એકવાર વિદેશી દારૂને લઈને વિવાદ


પાટણ : જીમખાના ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાના ખેલાડીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા હોસ્ટેલમાં રખાયા હતા. જે પૈકી રૂમ નંબર છ ના ત્રણ જેટલા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. 



ફરજ પરના સિક્યુરિટીએ તેઓને અટકાવતા તેમની સાથે બોલાચાલી કરી પોતાની ગાડી લઈ નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગાડીને રોકવા જતા ગાડી તેમની ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય સિક્યુરિટી ગાર્ડ તેમજ કર્મચારીઓ મેન ગેટ બંધ કરી  દેતા ગાડી ઉભી રહેતા ત્રણેય વિદ્યાર્થીઓને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિદેશી દારૂને લઈને વિવાદમાં આવી છે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણ રમત ગમત સંકુલ ખાતે બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. 


જેમાં ગુજરાત ભરના ખેલાડીઓ આ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેનાર મોટાભાગના વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા બોયઝ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ગતરોજ રાત્રીના સમયે હોસ્ટેલના રૂમ નંબર 6 માં કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાં મોટા અવાજે ગીતો વગાડી ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અવાજ જોઈને હોસ્ટેલના વર્ડન આવ્યા હતા અને દરવાજો ખોલાવ્યો હતો. ત્યારે દરવાજો ખોલતા જે વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા.

Reporter: admin

Related Post