હીરનું શરીર પણ દાનમાં આપવામાં આવ્યું
મોરબી : બોર્ડની પરીક્ષા પાસ કરનાર ટોપર્સ તેમના આગળના ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ઉત્સુક છે. તેમાંથી કેટલાક ડોક્ટર, IAS અથવા IPS ઓફિસર બનવાનું સપનું જોઈ રહ્યા છે. પોતાની આંખોમાં સપનાઓ સાથે તેઓ આગળના ધોરણમાં એડમિશન લઈને આગળ વધે છે,
પરંતુ ગુજરાત બોર્ડની એક ટોપર જેણે ટોપ કર્યા પછી ફક્ત 4 દિવસ જ જીવીત રહી શકી.
દીકરીનું અવસાન થતાં પરિવાર પરિણામની યોગ્ય રીતે ઉજવણી પણ ન કરી શક્યો. પરિણામના માત્ર ચાર દિવસ પછી 15 મેના રોજ હીર ઘેટિયા નામની 15 વર્ષની વિદ્યાર્થીની જે ડૉક્ટર બનવા માંગતી હતી તે મૃત્યુ પામી ગઇ. આ દુ:ખદ ઘટનાને કારણે પરિવાર પર દુ:ખનો પહાડ તુટી પડ્યો છે.
10મી બોર્ડની પરીક્ષા 99.70% માર્ક્સ સાથે પાસ કરી હતી અને ગણિત વિષયમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા હતા. એક મહિના પહેલા મોરબીમાં રહેતી હીરને બ્રેઈન હેમરેજ થયું હતું અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હીરને રજા આપીને ઘરે લઈ જવામાં આવી હતી. પરંતુ ફરીથી શ્વાસ લેવામાં અને હૃદયની તકલીફ થતાં હીરને રાજકોટની ટ્રસ્ટ સંચાલિત બીટી સવાણી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં મગજના એમઆરઆઈ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે હીરના મગજનો 80 થી 90 ટકા ભાગ કામ કરતું બંધ થઈ ગયું છે. ડોક્ટરોની 8 થી 10 દિવસની મહેનત પછી પણ હીરની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને 15 મેના રોજ હીરના હૃદયે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને હીરને બચાવી શકાઈ નહોતી.
હીરની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને 15 મેના રોજ હીરના હૃદયે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને હીરને બચાવી શકાઈ નહોતી.
ત્યારબાદ તેના પરિવારે હીરના શરીર અને અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. પરિવારે માત્ર હીરની બંને આંખોનું જ દાન કર્યું નથી, પરંતુ મેડિકલ કોલેજમાં મેડિસિન પ્રેક્ટિસ કરતા ભાવિ ડોકટરોને તેમના અભ્યાસમાં મદદ કરવા માટે હીરનું શરીર પણ દાનમાં આપવામાં આવ્યું હતું. હીરના પરિવારજનોનું કહેવું છે કે દીકરી ડોક્ટર નહીં બની શકે, પરંતુ જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા જઈ રહ્યા છે તેમને દીકરી મદદરૂપ થશે. હીરના પરિવારમાં શોકનો માહોલ છે.
Reporter: News Plus