અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજા ક્યાંય ધીમી ધારે વરસી રહ્યા છે તો ક્યાંક તોફાની બેટિંગ કરી રહ્યા છે.
રાજ્ય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે પાંચમી જુલાઈ, 2024 - શુક્રવાર 10 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે 22 જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે આ 10 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસાની આગાહી આપવામાં આવી છે.ઉપરોક્ત જિલ્લા સિવાયના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, આજે 10 વાગ્યા સુધીમાં કોઇપણ જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.
Reporter: News Plus