News Portal...

Breaking News :

ગુરુ મહારાજનો 14 મીએ 12 વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ થયો

2025-05-15 10:03:30
ગુરુ મહારાજનો 14 મીએ 12 વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ થયો


ગુરુ મહારાજ નો 12 વર્ષ પછી બુધની મિથુન રાશિમાં પ્રવેશ થયો બુદ્ધની મિથુન રાશિમાં પ્રવેશથી શુભફળણી તો પ્રાપ્તિ થાય છે પરંતુ ગુરુ મહારાજ પોતાની ગતિ વધારી છે એટલે અતિચાર ગતિએ ગુરુ મહારાજ અત્યારે ચાલી રહ્યા છે અને જ્યારે જ્યારે ગુરુ મહારાજ અતિચાર એટલે પોતાની ગતિ કરતા વધારે ગતિથી આગળ વધતા હોય ત્યારે હાહા કૃતવા ચ મેદની એટલે કે જન માનસ હાહાકાર કરવા લાગે વર્તમાનમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ ઉગ્ર તણાવ શાંત થવાનું કારણ પણ ગુરુ મહારાજની પ્રતિચાર ગતિ હોઈ શકે કારણ કદાચ એવું પણ બને કે જન માનસ હા હા કાર પોકારે એવો બનાવ કદાચ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ના વિનાશ પણ હોઈ શકે આવનાર સમયની અંદર જનમાનસ પર એના પ્રભાવ જોવા શકે 



ગુરુ મહારાજ એ બુદ્ધ ની રાશિમાં છે ગુરુ અને બુદ્ધ જ્ઞાનના દેવ છે એટલે વિદ્યા ક્ષેત્રે પણ એનો એક વિશેષ પ્રભાવ જોવા મળશે વિદ્યા ક્ષેત્રે સંકળાય તમામ વ્યક્તિઓને પણ લાભના સંકેત જોવા મળે પરંતુ શનિ મહારાજ જળચર રાશિઓમાં છે એટલે જે ન્યાયસંગત નથી એવા લોકોને કષ્ટ પડી શકે એવા લોકો જે વિદ્યાને વ્યાપાર સમજે છે એવા લોકો બહાર પડી શકે એવા લોકોના બદનામીના યોગ બની શકે. વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલ લોકોને પણ લાભ થાય ભારત એમાં પણ કંઈક વિશેષ સિદ્ધિ હાંસલ કરે એવા પણ યોગ બની શકે જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી એ જણાવ્યું હતું કે ગુરુ મહારાજ ના રાશિ પરિવર્તનનો પ્રભાવ દેશ દુનિયા સહિત ભારતમાં પણ જોવા મળશે ખાસ કરીને ગુરુ મહારાજ એ દેવગુરુ ગુરુ મહારાજ નવગ્રહો માં એ મંત્રી છે ગુરુ મહારાજ પોતાનું ન્યાય પણ એ જ પ્રમાણે કરે ખાસ કરીને વાયુગત ઉપદ્રવ, વાતાવરણમાં રોગ ચાળા ની સામાન્ય અસરો જોવા મળી શકે 




બારે રાશિના જાતકો પર તેનો એક પ્રભાવ જોવા મળશે 
મેષ રાશિ પરિવારથી લાભ થાય પરંતુ કાર્ય વિચારીને કરવું 
વૃષભ રાશી આર્થિક લાભની તકો મળે પરંતુ આર્થિક નિર્ણય વિચારીને લેવા
મિથુન રાશિ વિદ્યાર્થી વર્ગને લાભ થાય વ્યાપાર વર્ગને સામાન્ય ધ્યાન રાખવું સામાન્ય આરોગ્ય પર પણ ધ્યાન રાખવું
કર્ક રાશિ ખોટા ખર્ચાઓ થી બચવું 
સિંહ રાશિ સારા લાભની તકો મળે 
કન્યા રાશિ કર્મ ક્ષેત્રમાં સારો લાભ થાય પરંતુ ઉતાવળે કાર્ય ન કરવા 
તુલા રાશિ આકસ્મિક લાભની તકો મળી શકે સામાન્ય મહેનત કરવાથી 
વૃશ્ચિક રાશિ જીવનસાથી તેમજ પોતાના આરોગ્યનું સામાન્ય ધ્યાન રાખવું
ધન રાશી સારા લાભની તકો જોવા મળે 
મકર રાશિ સરકારી કાર્યોમાં વિચારીને કાર્ય કરવું લાભકારી 
કુંભ રાશિ સંતાન પક્ષથી સારા લાભની તકો સંતાનોને લાભ કાર્યમાં ઉત્તમ લાભની તકો મળે 
મીન રાશિ આરોગ્યની સામાન્ય ચિંતા કરવી પરંતુ જીવનમાં સારા લાભની તકો પણ જોવા મળે 
ગુરુ મહારાજના મિથુન રાશિ ના પ્રવેશને કારણે એમની જે ગતિ છે એ ગતિને જોતા પોતાના નિયત સમય પહેલા જ ગુરુ મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને પાછા મિથુન રાશિમાં વક્રી પણ થશે પરંતુ આ પ્રક્રિયા એ દેશ અને દુનિયા માટે હા હા કાર સાબિત થઈ શકે એમાં પણ નવાઈ નહીં
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશી

Reporter: admin

Related Post