નાઇજર: નાઇજીરીયામાં ફરી એકવાર મોટા હત્યાકાંડના સમાચાર સામે આવી રહ્યા છે.નાઇજીરીયાના નાઇજર રાજ્યના કાસુવાન-દાજી ગામમાં બંદૂકધારીઓએ હુમલો કરીને ખૂની ખેલ ખેલયો.
અંધાધૂધ ગોળીબાર કરીને 30 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જયારે અનેક લોકોનો અપહરણ કરવામાં આવ્યો છે. આ હત્યાકાંડની સત્તાવાર માહિતી પોલીસે આપી છે. ગ્રામજનોના મત અનુસાર મૃત્યુઆંક વધુ હોઇ શકે છે. અનેક લોકો ગુમ થયાા સમાચાર પણ સામે આવ્યા છે.નોંધનીય છે કે આ ઘટના દેશના સંઘર્ષગ્રસ્ત ઉત્તરીય પ્રદેશમાં ચાલી રહેલી હિંસાના લહેરનો એક ભાગ છે. પોલીસે રવિવારે આ હુમલાની પુષ્ટિ કરી છે. જ્યારે રહેવાસીઓએ જણાવ્યું કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે, કારણ કે કેટલાક લોકો હજુ પણ ગુમ છે.કોન્ટાગોરા ડાયોસીસમાં કેથોલિક ચર્ચના પ્રવક્તા રેવ. ફાધર સ્ટીફન કબીરાતે પુષ્ટિ આપી કે કાસુવાન-દાજી ગામમાં બંદૂકધારીઓના હુમલામાં 40 થી વધુ લોકો માર્યા ગયા છે.
હુમલાખોરો દ્વારા અપહરણ કરાયેલા લોકોમાં કેટલાક બાળકો પણ હતા. એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ, બંદૂકધારીઓ આ જીવલેણ હુમલો કરતા પહેલા લગભગ એક અઠવાડિયા સુધી નજીકના સમુદાયો પર નજર રાખી રહ્યા હતા.બંદૂકધારીઓએ લગભગ ત્રણ કલાક સુધી તોડફોડ કરી. હુમલામાં બચી ગયેલા લોકો ભયભીત છે અને મૃતદેહો મેળવવાથી ડરી રહ્યા છે. સુરક્ષા કારણોસર નામ ન આપવાની શરતે બોલતા, રહેવાસીએ કહ્યું, "મૃતદેહો હજુ પણ ત્યાં છે, પરંતુ સુરક્ષા વિના આપણે તેમને કેવી રીતે મેળવી શકીએ?"નાઇજીરીયામાં ગેંગ ઘણીવાર ઓછી અથવા કોઈ સુરક્ષા વિનાના ગામોને નિશાન બનાવે છે. આ ગેંગ ઘણીવાર વિશાળ, નિર્જન જંગલોમાં છુપાયેલી રહે છે, જેમ કે કાબે જિલ્લા નજીક નેશનલ પાર્ક ફોરેસ્ટ, જ્યાં હુમલાખોરો ઉદ્ભવ્યા હોવાની શંકા છે.
Reporter: admin







