News Portal...

Breaking News :

રાજ્યમાં ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ કરી હાહાકાર મચાવનારી સીકલીગર ગેંગ સામે ગુજસીટોકનો ગાળીયો કસ

2025-03-08 17:27:19
રાજ્યમાં ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ કરી હાહાકાર મચાવનારી સીકલીગર ગેંગ સામે ગુજસીટોકનો ગાળીયો કસ


વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ તથા લૂંટ અને મારામારી કરીને હાહાકાર મચાવનારી વડોદરાની કુખ્યાત સીકલીગર ગેંગના 17 સાગરીતો સામે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. પોલીસે સીકલીગર ગેંગના 10 સાગરીતોને ઝડપી લીધા છે જ્યારે 3 આરોપી હાલ જેલમાં છે. અન્ય 4 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે. આ ટોળકી સામે સમગ્ર રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 263 ગુના નોંધાયેલા છે. 



વડોદરા  શહેર સહિત સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાં ઘરફોડ ચોરી, ખુનની કોશીશ, લૂંટ, હત્યા અને મારામારીના ગુનાઓ આચરીને આતંક મચાવનારી કુખ્યાત સીકલીગર ગેંગ સામે આખરે વડોદરા પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધીને ગાળીયો કસ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે સીકલીગર ગેંગના મુખ્ય સુત્રધાર જોગીંદરસિંગ ઉર્ફે કબીરસિંગ સંતોકસીંગ ભોંડ (સીકલીગર ) અને તેના 16 સાગરીતો સમગ્ર રાજ્યમાં ઘરફોડ ચોરી, ચેઇને સ્નેચીંગ કરીને ગંભીર ગુના આચરી રહ્યા હતા. જોગીંદરસિંગ સીકલીગર ગેંગ દ્વારા ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરી સિન્ડીકેટ ચલાવતો હતો. તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહી એકબીજાના મેળાપીપણામાં આ પ્રકારના ગુના આચરતા હતા. આ આતંક મચાવનારી સીકલીગર ગેંગના મુખ્ય સુત્રધાર જોગીંદરસિંગ સહિત 17 સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે અત્યાર સુધી 10 આરોપીની ધરપકડ કરી છે જ્યારે 3 હજું જેલમાંછે તેમનો પણ કબજો લેવાયો છે જ્યારે અન્ય 4 શખ્સ ને જલ્દીથી પકડી લેવાશે. 




પોલીસે કહ્યું કે  આ તમામ આરોપીઓ ગુનાહીત ભુતકાળ ધરાવે છે અને પાસા હેઠળ પણ સજા ભોગવીને આવેલા છે. સીકલીગર ગેંગ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય છે અને એકબીજાના સંપર્કમાં રહીને અલગ અલગ સ્થળો પર 263 ગુના આચરેલા છે. જેમા જોગીદરસિંગ સામે 56 ગુના નોંધાયેલા છે અને તેને 4 વખત પાસા થયેલા છે જ્યારે રાજુ સામે 18 ગુના છે અને તેને 2 વખત પાસા થયેલા છે તો શેરુસિંગ સામે 34 ગુના અને 1 વખત પાસા થયેલા છે. કલ્લુસિંગ સામે 28 ગુના છે અને 1 વખત પાસા થયેલા છે જ્યારે કર્માસિંગ સામે 17 ગુના અને 2 વખત પાસા થયેલા છે. જ્યારે વિજેન્દરસિંગ સામે 24 ગુના અને 2 વખથ પાસા થયેલા છે. ઉપરાંત સીકલીગર ગેંગે જે 263 ગુના આચરેલા છે જેમાં 146 ઘરફોડ ચોરી, 32 સાદી ચોરી, 8 ચેઇન સ્નેચીંગ તથા લૂંટના 6 ગુના અને ખૂનની કોશિશ અને રાયોટીંગના 2 ગુના તથા એક હત્યાનો ગુનો તથા રાયોટીંગ 1 તથા રાજ્ય સેવક પર હુમલો 1 ગુનો નોંધાયો છે. આ ટોળકી છેલ્લા 10 વર્ષથી સક્રિય રહીને હાહાકાર મચાવી રહી હતી.

Reporter:

Related Post