News Portal...

Breaking News :

ગ્રુપબલ્ક એસ.એમ.એસ. પર Social Media પ્લેટફોર્મ્સ પર ૦૬-જૂન સુધી સંપૂર્ણપણે પ્રસારણને પ્રતિબંધ

2024-05-15 16:57:30
ગ્રુપબલ્ક એસ.એમ.એસ. પર Social Media પ્લેટફોર્મ્સ પર ૦૬-જૂન સુધી સંપૂર્ણપણે પ્રસારણને પ્રતિબંધ


મોરબી : જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી મોબાઈલ સર્વિસ હેઠળ વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.



આ જાહેરનામા અનુસાર મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવીકે,  વીઆઇ,  બી.એસ.એન.એલ.(સેલ વન), રીલાયન્સ જીયો, એરટેલ તેમજ Wi-Fi સર્વીસ પ્રોવાઇડર વગેરે જેવી કંપનીઓએ સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા, સક્ષમ સતાધીશ/સમિતિ દ્વારા પ્રસારણ માટે પ્રમાણિત થયા ન થયા હોય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા પ્રસારીત કરવા કે કરવા દેવા નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા ૦૬-૦૬-૨૦૨૪  સુધી સંપૂર્ણપણે પ્રસારણને પ્રતિબંધીત કરવાનું રહેશે.

Reporter: News Plus

Related Post