News Portal...

Breaking News :

ડભોઇની રજિસ્ટ્રાર કચેરીની ઘોર બેરરકારી સામે આવી છે દસ્તાવેજ સંબંધી અગત્યના કહી શકાય તેવા કાગળ કચરપેટીમાંથી મળી આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

2024-07-09 11:07:53
ડભોઇની રજિસ્ટ્રાર કચેરીની ઘોર બેરરકારી સામે આવી છે દસ્તાવેજ સંબંધી અગત્યના કહી શકાય તેવા કાગળ કચરપેટીમાંથી મળી આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.


મળતી માહિતી મુજબ ડભોઇ ખાતે આવેલ રજીસ્ટર કચેરીમાં કોઈ અરજદાર પોતાના મહત્વના દસ્તાવેજો લઈને દસ્તાવેજ સંબંધી કામ માટે આવ્યા હતા 


દસ્તાવેજનું કામ પત્યા બાદ રજીસ્ટ્રેશન કરનાર કચેરીના કર્મચારીઓ દ્વારા આ અરજદારના જરૂરી કાગળોનો નાશ કરવાની જગ્યાએ આ કાગડોને જાહેર જગ્યાએ આવેલ કચરાપેટીમાં નાખી દેવામાં આવ્યા હતા અરજદારને ઓળખ વાળા અગત્યના દસ્તાવેજો કચરા પેટીમાંથી મળી આવતા કચેરી ખાતે આવેલ અન્ય અરજદારોમાં રોષની લાગણી જોવા મળી હતી. મહત્વનું છે કે દેશમાં અનેક પ્રકારના કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે આ પ્રકારે ઓરીજનલ દસ્તાવેજો ની સ્વપ્રમાણિત નકલો કચરા પેટીમાંથી બિનવારથી હાલતમાં મળી આવતા તેનો દૂર ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે એમ છે કચેરી ખાતે આવનાર અરજદારોના વધારાના અથવા નકામા દસ્તાવેજો ને નાશ કરવાની જવાબદારી પણ કચેરીના કર્મચારીઓની હોય છે


ત્યારે ડભોઇની આ કચેરીના રેડિયાળ તંત્ર દ્વારા અરજદારના દસ્તાવેજોને કચરાપેટીમાં નાખી દેવા હતા આ દસ્તાવેજોનો દુરુપયોગ કરવાની શક્યતા ને નકારી શકાય એમ નથી વધુમાં જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં આ પ્રકારની ગંભીર ભૂલો અને એક વાર સામે આવી છે એક તરફ સરકાર પેપર લેસ કામગીરીની વાત કરે છે તો બીજી તરફ અરજદારોને વિવિધ પ્રકારના પેપર સાથે કચેરી ખાતે બોલાવવામાં આવે છે જેમાં અપરાધપુરી ભર્યા માહોલમાં અરજદારો ક્યારેક પોતાના જરૂરી કાગળ કચેરી ખાતે ભૂલી જતા હોય છે તો વળી ક્યારેક કચેરીના બેદરકાર કર્મચારીઓ દ્વારા આ કાગળોનો યોગ્ય નાશ ન કરતા તેને સાબદા કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે ડભોઇ રજીસ્ટ્રેશન કચેરીની આ પ્રકારની ગંભીર બેદરકારીને કારણે અરજદારના ડોક્યુમેન્ટસનો દૂર ઉપયોગ કરીને કોઈ મોટું કૌભાંડ આચરાયું હોત તો એના માટે જવાબદાર કોણ હોત એવા સવાલો ડભોઇ કચેરી ખાતે આવેલ અરજદારોમાં ઉભો થયો હતો.

Reporter: News Plus

Related Post