વડોદરામાં ડભોઇ-વાઘોડિયા રીંગરોડ પર શ્રીજી ટાઉનશિપમાં રહેતા પ્રવિણાબેન જયંતીભાઈ રોહિત ઘર કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે હું અને મારા પતિ જયંતીભાઈ તથા મારો પુત્ર બ્રિજેશ હનુમાન જયંતિનો તહેવાર હોવાથી પરિવાર સાથે રાત્રે 8:30 વાગે ઘરેથી નીકળી વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ ભંડારામાં પ્રસાદી લેવા ગયા હતા. રાત્રે પોણા નવ વાગે ભંડારામાં જમવા ગયા ત્યારે લોકોને ભીડ હોય કોઈ અજાણ્યા ચોરે મારા ગળામાંથી સોનાની ચેન અને પેન્ડલ મળી દોઢ તોલા વજનનો અછોડો કિંમત રૂપિયા 40,000 નો કાઢી લીધો હતો. જે અંગે પ્રવિણાબેનએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus