News Portal...

Breaking News :

ઘાઘરેટીયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 આરોપી ઝડપાયા, મકરપુરા પોલીસની કાર્યવાહી

2026-09-03 11:55:26
ઘાઘરેટીયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 આરોપી ઝડપાયા, મકરપુરા પોલીસની કાર્યવાહી

વડોદરા શહેરના ઘાઘરેટીયા વિસ્તારમાં બળીયા બાપજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર મકરપુરા પોલીસે કાર્યવાહી કરી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, પત્તા અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,00,900નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.


પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ શહેરમાં જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન એએસઆઈ રમેશભાઈ ગોવિંદભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ઇસ્માઇલખાન નવરંગખાનને મળેલી બાતમીના આધારે પોલીસે બળીયા બાપજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં તપાસ કરી હતી. જ્યાં પૈસાની હારજીતનો જુગાર રમતા સિદ્ધાર્થસિંહ વિક્રમસિંહ જાદવ, ભરતભાઈ ઠાકોરભાઈ તડવી, નવીન મનહરભાઈ કાલે, સાહિલભાઈ જેલુભાઈ જાદવ, રહીશ ઉસ્માનભાઈ દીવાન, રોહિતસિંહ અર્જુનસિંહ રાજપુત અને ભાવીન સુભાષભાઈ તડવીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી અંગજડતીના રૂ.6,000, જમીન દાવના રૂ.4,900, 52 પત્તા અને છ મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,00,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post