News Portal...

Breaking News :

બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક પતંગ વિતરણ

2025-01-11 13:31:24
બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક પતંગ વિતરણ


વડોદરા : સરકારી શાળામાં ભણતા બાળકો પતંગ લૂંટવાની જગ્યાએ ઉત્તરાયણનો આનંદ લૂંટી શકે તે માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક પતંગ વિતરણના કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું હતું. 


બરોડા યુથ ફેડરેશન દ્વારા અલગ અલગ વિસ્તારના ઉત્તરાયણને આનંદ લુંટી શકે તે માટે વિસ્તારના નાના બાળકોને પતંગો તથા મમરાના લાડુ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.


વડોદરાની મધ્યવર્તી સ્કૂલ ખાતે બાળકોને પતંગો આપી સ્કૂલના અધ્યક્ષ  નિશીત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બરોડા યુથ ફેડરેશન યુવાનો દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

Reporter: admin

Related Post