સુરત: શહેરમાં કથિત RTI ખંડણીખોરો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. આ વખતે કોઈ સામાન્ય શખસ નહીં પરંતુ ઉધના વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ RTIનો દુરૂપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે. SOGની ટીમે 3 લાખની રકમ લેતા તેને રંગે હાથ પકડી પાડ્યો હતો.

RTI, ધરણાં અને ખંડણીના નામે કોડવર્ડ ગેમ પ્રકાશ દેસાઈએ આ મામલે 'થિયેટર' અને 'ટિકિટ' નામના કોડવર્ડ તૈયાર કર્યા હતા. જેમાં 'થિયેટર'નો ઉપયોગ ધરણાં અને 'ટિકિટ'નો ઉપયોગ ખંડણીની રકમ માટે થતો હતો. એક લાખ માટે એક ટિકિટ કોડવર્ડ વાપરતો હતો. આ કોડવર્ડના આધારે લિયો ક્લાસિસના સંચાલક પાસેથી 4.50 ટિકિટ (4.50 લાખ)ની માગણી કરવામાં આવી હતી.RTIને ધમકીનું હથિયાર બનાવી ખંડણીની માગ કરતો પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસિસ વિરૂદ્ધ અનેકવાર RTI કરી અને મનપાની મુખ્ય કચેરી બહાર ધરણાં પર બેસવાની ધમકી આપી હતી.

મનપાની તપાસ બાદ કોઇ ગેરકાયદેસર બાંધકામ ન હોવાનો જવાબ આપ્યો હતો છતાં પણ દબાણ વધારતા રહ્યા. RTIને ધમકીનું હથિયાર બનાવી ખંડણીની માગ કરતો હતો. જ્યારે આખરે 3 લાખની ટિકિટ લેતો હતો ત્યારે SOGએ ટ્રેપ ગોઠવી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.બુધવારે સાંજે, સુરત SOG ની એક ટીમ ઉધના ગામમાં પહોંચી અને દેસાઈના ઘરને ઘેરી લીધું. અધિકારીઓએ વારંવાર દેસાઈનો દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં. એક પોલીસકર્મી દેસાઈના ઘરમાં પ્રવેશવા માટે એક એપાર્ટમેન્ટના ઉપરના માળે ચઢી ગયો. દેસાઈ, જે તેના પરિવાર સાથે છુપાયેલો હતો, તે બાલ્કનીમાંથી અંદર આવતા પોલીસકર્મીને જોઈને ચોંકી ગયો. ત્યારબાદ મુખ્ય દરવાજો ખોલવામાં આવ્યો અને તેને પકડી લેવામાં આવ્યો.
Reporter: admin