જામનગર : જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત પરિવારના સાત સભ્યો પર ગઈકાલે જૂની અદાવતનો ખાર રાખીને તેમજ ફટાકડા ફોડવાના તકરાર કરીને પાડોશી આરોપીઓએ બંધુકના જોટા સહિતના હથીયારમાંથી ફાયરિંગ કરી, છરી વડે તેમજ પથ્થર વડે હુમલો કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ફિરોજભાઈ કાસમભાઇ હાલાણી નામના 45 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સાત સભ્યો ઉપર દેશી બંદૂક સહિતના હથીયારમાંથી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના ઇરાદે પથ્થર મારો કરીને હુમલો કરવા અંગે પાડોશી યુનુસ તૈયબભાઈ હાલેપોત્રા તેમજ આસિફ તૈયબભાઈ હાલેપોત્રા ઉપરાંત આમીનભાઈ હાલેપોત્રા અને મામદભાઈ નાથાભાઈ સમા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરિયાદી ફિરોજભાઈ અને તેના ભાઈની બે પુત્રીઓ કે જે તાજેતરમાં રોકાવા માટે તારાણા ગામે આવી હતી, અને તે બંને પુત્રીઓના બાળકો પર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા, જે આરોપીઓનો પસંદ ન હતું. તેથી તેને ફટાકડા ફોડવાની ના પાડતા ખેડૂત પરિવારને કહ્યું કે અમે ફટાકડા ફોડશું. જેનો મનદુ:ખ રાખીને તેમજ અગાઉ પણ તકરાર કરી હતી, અને આ બાબતે મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.સમગ્ર ઘટનાની જાણ થતા કાલાવડ ગ્રામના પોલીસને થતાં પોલીસ બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ફિરોજભાઈ કાસમભાઈ હાલાણીની ફરિયાદના આધારે આરોપીઓ સામે હત્યા પ્રયાસ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
Reporter: admin