ગાંધીનગર : ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આગામી 15 મે સુધી કોઈપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે ગાઇડલાઇનનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની સ્થિતિને જોતાં બનાસકાંઠા, પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 15 મે સુધી કોઈપણ કાર્યક્રમ કે આયોજનમાં ફટાકડા કે ડ્રોનને મંજૂરી આપવામાં આવશે નહીં.
...
Reporter: admin