લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ
લોસ એન્જલસ: ટ્રમ્પના આદેશ પર નેશનલ ગાર્ડ ટુકડીઓ લોસ એન્જલસ પહોંચી હતી, નેશનલ ગાર્ડસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જે દરમિયાન નેશનલ ગાર્ડના જવાનોએ ભીડને કાબુમાં કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા આ અથડામણ ત્યારે થઈ જ્યારે કેટલાક વિરોધીઓ નેશનલ ગાર્ડ સૈનિકોની નજીક આવ્યા અને તેમના પર અપમાનજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. ગવર્નર અને મેયરના વાંધો છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સૈન્ય તૈનાત કર્યાના કલાકો પછી આ ઘટના બની.આ દરમિયાન, નેશનલ ગાર્ડ્સ રસ્તા પર આગળ વધ્યા અને ટીયર ગેસના શેલ છોડ્યા, જેના કારણે વિરોધીઓને પાછળ હટવું પડ્યું. થોડીવાર પછી, કેટલાક વિરોધીઓ "ઘરે જાઓ" અને "શરમ કરો" જેવા નારા લગાવતા ફરીથી જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. નેશનલ ગાર્ડ્સે એક માણસને જમીન પર પછાડ્યો. બીજા માણસના માથામાંથી લોહી નીકળતું જોવા મળ્યુ હતું.લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી અસંમતિ અને વિરોધ પ્રદર્શનો પર 'ઊંડી અસર' પડી શકે છે.
આ જમાવટ એવા સમયે આવી જ્યારે ઇમિગ્રેશન દરોડા પછી ફેડરલ એજન્સીઓ વિરોધીઓ સાથે અથડામણ કરી રહી હતી. રવિવારે (૮ જૂન) સમાચાર એજન્સી રોઇટર્સ સાથે વાત કરતા એક વિશ્લેષકે આ વાત કહી. પ્રદર્શનો બાદ, પોલીસ અને ફેડરલ બોર્ડર પેટ્રોલ એજન્ટો કેટલાક વિરોધીઓ સાથે અથડાયા, તેમના પર ટીયર ગેસ છોડ્યા.લોસ એન્જેલસમાં હિંસક દેખાવોના પગલે એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે દેખાવકારોને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવા માટે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જે કોઈપણ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરશે તેમણે જેલમાં જવું પડશે. હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું કે, ૧,૦૦૦ દેખાવકારોએ એક ફેડરલ લો એન્ફોર્સમેન્ટ સેન્ટરને ઘેરી લીધું અને આઈસીઈ એજન્ટો પર હુમલો કર્યો અને ઈમારતને નુકસાન પહોંચાડયું છે. અમેરિકન ગૃહ સુરક્ષા સચિવ ક્રિસ્ટી નોએમે કહ્યું કે, તમે કોઈપણ કાયદાનો અમલ કરનારા અધિકારી પર હુમલો કરશો તો તમારા પર કેસ થશે. એજન્સી સરકારી વાહનો પર પથ્થર ફેંકનારાઓની ઓળખ કરી રહી છે.
Reporter: admin







