News Portal...

Breaking News :

વોર્ડ નંબર 15 ના ત્રણ કોર્પોરેટરોની પક્ષ દ્વારા સતત અવગણના કરાતી હોવાનો સ્ફોટક આક્ષેપ

2025-06-05 10:10:47
વોર્ડ નંબર 15 ના ત્રણ કોર્પોરેટરોની પક્ષ દ્વારા સતત અવગણના કરાતી હોવાનો સ્ફોટક આક્ષેપ


પ્રદેશ મોવડી મંડળમાં રજૂઆત કરી છે: પારુલ પટેલ 
પાટીદાર મહિલાનું વોર્ડ પ્રમુખ રુષભ કામદારે અપમાન કર્યું...



શહેર પ્રમુખ જયપ્રકાશજી જણાવે છે કે કોઈ કાર્યકર માનીતા કે આણમાનીતા હોતા નથી, તો પછી ત્રણેય કાઉન્સિલર સાથે આવો વ્યવહાર કેમ?.
હરણી બોટ દુર્ઘટનામાં સંતાનો ગુમાવનારાઓની પડખે રહી ન્યાયની લડત લડતા કોર્પોરેટર આશિષ જોશીના સસ્પેન્ડ બાદ વોર્ડ નંબર 15ના  અન્ય કાઉન્સિલરોની પણ પક્ષ દ્વારા સતત અવગણના કરાતી હોવાનો આરોપ આ જ કોર્પોરેટરોએ લગાવ્યો છે. હાલ કોર્પોરેશનના ભાજપના  67 કોર્પોરેટરોમાં સૌથી સિનીયર પુનમબેનની પણ પાર્ટીએ અવગણના કરવાનું શરુ કર્યું છે. તો પારુલ પટેલનું પણ અપમાન કરીને પાટીદાર મહિલાનું વોર્ડ પ્રમુખ રુષભ કામદારે અપમાન કર્યું હતું.. કોર્પોરેટર પારુલ પટેલે મીડિયાને કહ્યું હતું કે આજના સાંસદના કાર્યક્રમની અમને જાણ જ કરાઇ ન હતી. 


અમે 3 કોર્પોરેટર 12 વાગે ઝોન ઓફિસમાં ગયા હતા અને ત્યાં સાથી કોર્પોરેટરો મળ્યા ત્યારે અમને જાણ થઇ હતી કે પક્ષનો આવો કાર્યક્રમ હતો. પુનમબેન અને રણછોડભાઇ અને મે ત્રણેય જણાએ ફોન જોયા પણ પક્ષનો કોઇ મેસેજ કે મિસ કોલ પણ ન હતો. અમને ત્રણેય ને જાણ કરાઇ ન હતી અમને દુખ થયું છે. અમારી તરફ કેમ પક્ષ તરફથી આવું વર્ત કરાઇ રહ્યું છે. વોર્ડ પ્રમુખ રુષભ કામદારે તો અધ્યક્ષ સામે કહ્યું હતું કે આ રુષભ કામદાર છે ગળુ કપાઇ જશે પણ આ ત્રણને ફોન નહી કરું મે આજે પ્રદેશ મોવડી મંડળમાં રજૂઆત કરી છે, ત્યાંથી કહેવાયું કે આશિષ જોશીના લીધે આવું  કરતા હશે પણ અમે પાર્ટી વિરુદ્ધ કોઇ કામ કર્યું નથી. આજે અધ્યક્ષ અભિવાદનનો કાર્યક્રમ છે પણ વોર્ડ પ્રમુખે અમને જાણ કરી નથી.

Reporter: admin

Related Post