News Portal...

Breaking News :

હીટવેવના પગલે વડોદરામાં બપોરે ૧૨ થી ૪ કલાક સુધી બાંધકામ શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી

2024-05-23 11:56:57
હીટવેવના પગલે વડોદરામાં બપોરે ૧૨ થી ૪ કલાક સુધી બાંધકામ શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી


વડોદરામાં હીટવેવ સંબંધે જરૂરી તકેદારીના ભાગરૂપે બાંધકામ શ્રમિકોને બપોરે કામમાંથી મુક્તિ આપવા માટે સૂચના આપવામાં આવી છે. 


મહેસૂલ વિભાગના રાહત નિયામક અને નાયબ સચિવશ્રીએ એક મહત્વનો પરિપત્ર જાહેર કરીને જિલ્લામાં બાંધકામ શ્રમિકોને બપોરે ૧૨ થી ૪ કલાક સુધી કામમાંથી મુક્તિ આપવા માટે સૂચના આપી છે.


પરિપત્ર મુજબ જિલ્લામાં હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઈટ પર બપોરે ૧૨ થી ૪ કલાક સુધી કામગીરી લેવામાં ન આવે તથા આ સમય બાબતે તેઓનું વેતન કપાત કરવામાં ન આવે,  શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચાવ માટેના તમામ જરૂરી પગલાં લેવા અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે.

Reporter: News Plus

Related Post