વડોદરા કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.197.37 કરોડના વિવિધ 28 કામોને મંજૂરી માટે સ્ટેન્ડિગ કમિટીમાં મુકાયેલા તમામ કામોને સ્ટેન્ડિગ કમીટી દ્વારા મંજૂર કરી દેવાયા છે. આ તમામ કામો કોર્પોરેશનના અધિકારીઓએ પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોમાં વહેંચી લીધા છે. ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગતના કામોમાં કોન્ટ્રાક્ટરોને ફાયદો અપાવવા માટે તેમના તમામ કામોને 2 ટકા વધુ ભાવોથી મંજૂર કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે કે નવા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.જયપ્રકાશ સોનીએ હજું ગઇકાલે શુક્રવારે જ ચાર્જ સંભાળ્યો છે અને તેઓ સ્થાયીના વહિવટને સમજે તે પહેલાં જ આ તમામ દરખાસ્તોને એક ઝાટકે મંજૂર કરી દેવાઇ છે.

સ્ટેન્ડિગ કમિટીમાં કમિશનરે જે દરખાસ્તો રજૂ કરેલી છે તેમાં વોર્ડ નંબર 5માં નવી પાઇપલાઇ નેટવર્ક માટે કોન્ટ્રાક્ટર એસ એમ એન્ટરપ્રાઇઝનું 7820558088 રુપિયાનું ભાવપત્ર સ્ટેન્ડિગમાં રજૂ કરાતા તે કામને મંજૂરી અપાઇ છે. ઉપરાંત પાણી પુરવઠા વિતરણ શાખામાં પાણી વિતરણ કરવા 120 લાખની મર્યાદામાં ભાડેથી ટેન્કર મેળવવા કોન્ટ્રાક્ટર છોટુ મધુકર પાટીલને મંજૂર થયેલ ભાવે અને શરતો મુજબ વધુ 30 લાખની નાણાંકિય મર્યાદા વધારી આપવા પણ દરખાસ્તને મંજૂર કરાઇ છે. આ સાથે પૂર્વ ઝોન વહિવટી વોર્ડ નંબર 15માં કોન્ટામીનેશનની કામગિરીમાં નવી ડીઆઇ પાણીની નળીકાના કામે કોન્ટ્રાક્ટર એસ.એમ.એન્ટરપ્રાઇઝને 7507465938 રુપિયાના ભાવપત્રને સ્ટેન્ડિગમાં રજૂ કરાતા મંજૂરી અપાઇ છે, ઉપરાંત પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4માં ટ્ર્નેન્ચલેશ પદ્ધતીથી ડ્રેનેજ લાઇન નાખવાના કામે કોન્ટ્રાક્ટર ઉર્મિ ટ્રેન્ચલેશ ટેકનોલોજી પ્રા.લીને 99639904 રુપિયામાના ભાપત્રને સ્ટેન્ડિગમાં મંજૂરી અપાઇ છે. આ સાથે ઉત્તર ઝોનમાં 1 વર્ષ માટે નવી ડ્રેનેજ પાઇફલાઇન નાખવાના કામે કોન્ટ્રાક્ટર જે.પી.કન્સ્ટ્રક્શનને 7 કરોડની નાણાંકિય મર્યાદામાં કામગિરી કરાવવા દરખાસ્તને પણ મંજૂરી અપાઇ છે. કમિશનરે છાણી મેઇન રોડથી કેનાલને સમાંતર 300 મીટરનો રસ્તો બનાવવા કોન્ટ્રાક્ટર પી.ડી.કન્સ્ટ્રક્શનને પરસ્ટેજ ભાવપત્ર 153441116 રુપિયાના 17.50 ટકા વધુ મુજબના ભાવપત્રને મંજૂરી આપવા પણ સ્થાયીમાં કરાયેલી દરખાસ્તને મંજૂર કરાઇ છે. રોડ પ્રોજેક્ટ શાખા માટે પશ્ચિમ ઝોનમાં 40 કરોડની મર્યાદામાં વધુ 10 કરોડની નાણાંકિય મર્યાદામાં કામ કરવા માટે કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફા.પ્રો.પ્રા લીની નાણાંકિય મર્યાદા વધારવા મંજૂરી અપાઇ છે.ઉપરાંત રોડ પ્રોજેક્ટ શાખા માટે ઉત્તર ઝોનમાં 8 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટર ડી.બી પટેલના ભાવપત્રને મંજૂરી આપવા દરખાસ્ત ને મંજૂરી અપાઇ છે.

આ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ક્લીઅરીંગ , રીસેક્શનીંગ એન્ડ ડીસીલ્ટીંગ ઓફ વિશ્વામિત્રી રીવર ઇન વડોદરા કાશીબા હોસ્પિટલ થી દેણા ચોકડીના ભાગમાં કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રા.પ્રાં.લીનું 154481263 રુપિયાનું ભાવપત્ર 2 ટકાના વધુ ભાવે મંજૂર કરવાની પણ દરખાસ્ત મંજૂર કરાઇ છે. આ ઉપરાંત વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જ કોટનાથ મહાદેવ થી વિદ્યાકુંજ સ્કુલ સુધીના કામમાં કોન્ટ્રાક્ટર ડી.બી.પટેલનું 163763902 રુપિયાનું ભાવપત્ર મંજૂર કરવા કરાયેલી દરખાસ્ત મંજૂર કરાઇ છે. તો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જ મારેઠા સ્મથાનથી કોટનાથ મહાદેવ સુધીની કામગિરી કરવા કોન્ટ્રાક્ટર સંકલ્પ કન્સ્ટ્રકશનનું 149187895 રુપિયાના ભાવપત્રને મંજૂર કરવા દરખાસ્તને પણ મંજૂરી અપાઇ છે. કમિશનર દ્વારા ઇલે.મિકે સુવેઝ ડી વર્કસ શાખા હેઠળ અટલાદરા સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે કોન્ટ્રાક્ટર પૂજા કન્સ્ટ્રક્શનનું 9.50 ટકા વધુ ભાવનું 25435800 રુપીયાનું ભાવપત્ર મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ છે તો વોર્ડ નંબર 10માં આદિત્ય ગેલેક્ષીથી ઋતુ સિલ્વરથી કેનાલ સુધી નવી વરસાદી ગટર લાઇન નાખવા કોન્ટ્રાક્ટર ઇલાઇટ એન્જિનીયર્સને 6850841ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. તો ઇલાઇટ એન્જિનીયર્સને વોર્ડ નંબર 10માં સોલારીસ-2થી ખોડીયાર ચોકડીથી એવરેસ્ટ અંતારા સુધી નવી વરસાદી ગટર નાખવા માટે 7799460 રુપિયાના ભાવપત્રને મંજૂરી આપવા કરાયેલી દરખાસ્ત મંજૂર કરાઇ છે. આ સાથે વોર્ડ નંબર 9 સેવાસી ગામમાં સ્થાપત્ય બંગલોઝથી બાજપાઇ નગર થઇ અક્ષર પબ્લીક સ્કૂલ વાળા રસ્તે નવી વરસાદી ગટર નાખવા કોન્ટ્રાક્ટર દર્શીલ બિલ્ડકોનને 19959812 રુપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્તને મંજૂર કરાઇ છે તો સાથે ભૂખી કાંસને છાણીજકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તીધામ સુધી રીરુટ કરવા કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા.ના 211499747 ના ભાવપત્રને મંજૂરી આપવા દરખાસ્તને મંજૂર કરાઇ છે તો સાથે ભુખી કાંસને કેનાલથી છાણી જકાતનાકા સુધી રી રુટ કરવા રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રા.પ્લા લીને પણ 184455247 રુપિયાના ભાવપત્રને મંજૂરી આપવાની સ્થાયીમાં કરાયેલી દરખાસ્તને મંજૂરી અપાઇ છે. ઉપરાંત દક્ષિણ ઝોનમાં આવેલી કાંસને રીસેક્સન અને ડીસીલ્ટીંગ કરવા કોન્ટ્રાક્ટર ડાહ્યાભાઇ બી પટેલનું 74219658 રુપિયાના ભાવપત્રને મંજૂર કરવા દરખાસ્ત કરાયેલી દરખાસ્તને મંજૂરી અપાઇ છે તો સાથે ઉત્તર ઝોનમાં સિવીલ કામનો કોન્ટ્રાક્ટર રાકેશ કન્ટ્રક્શનને 10 કરોડની મર્યાદામાં કામગિરી કરવાના ભાવપત્રને મંજૂરી આપવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે. આ રીતે 28 કામોને એક ઝાટકે મંજૂર કરવામાં આવી છે.


Reporter: