News Portal...

Breaking News :

રાજમાર્ગોનું ધોવાણ થતા વડોદરામાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય

2024-08-12 10:53:43
રાજમાર્ગોનું ધોવાણ થતા વડોદરામાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય


વડોદરા: સીઝનના વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી. શહેરના રાજ માર્ગોનું ધોવાણ થતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવાયું છે. 


પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાઈલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ જતા તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.સ્માર્ટ સિટી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરતા હોવાની ગુલબાંગો ફૂંકતા પાલિકાના શાસકોની વિકાસની વાતો પર મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું છે. શહેરમાં ઠેર ઠેર ભુવા પડવા, રોડ બેસી જવા,કાંસ બેસી જવી તેમજ ખાડા રાજ સર્જાયું છે.


જેના કારણે નગરજનો હાલાકી વેઠવા મજબુર બન્યા છે. તેવામાં રવિવારે સવારે પ્રતાપનગર હજીરા પાસેથી પસાર થઈ રહેલી ટાઈલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા. સદ નસીબે ટ્રક પલ્ટી મારી ગઈ ન હતી પણ એક સાઈડ નમી ગઈ હતી. જો ટ્રક પલ્ટી મારી ગઈ હોત તો જાન માલને નુકસાન થાત તે વાતને પણ નકારી શકાય તેમ નથી. આ ખાડામાં ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવા ચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Reporter: admin

Related Post