વડોદરા : બીસીસી અને આમોદ સ્ટેમ્પિંગ્સ પ્રાઇવેટ લિ. ના સહયોગથી સવેરા પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારોના જરૂરિયાતમંદ ૨૦૦ બાળકોને છેલ્લા બે વર્ષથી શૈક્ષણિક ફી ની મદદ આપવામાં આવે છે.

જે અંતર્ગત આજ રોજ આ બાળકોને શૈક્ષણિક કીટ જેવી કે સ્કૂલબેગ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, ચોપડા , પેન પેન્સિલ બોક્સ વગેરે સ્ટેશનરી મટીરીયલની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમોદ સ્ટેમ્પિંગ્સ પ્રાઇવેટ લિ. થી મુખ્ય અતિથિ ડો. ચૈતાલી પટેલ, અજય કહાર, તથા પૂજા પટેલ તેમજ બરોડા સિટીઝન્સ કાઉન્સિલના પ્રોજેક્ટ મેનેજર જયેશ અમરેલીયા - તેમજ ૨૦૦ બાળકો અને ૨૦૦ વાલીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત ડો. ચૈતાલી પટેલ દ્વારા દરેક બાળકોને શિક્ષણમાં ખૂબ ધ્યાન આપી આગળ વધે અને પોતાનું સપનું સાકાર કરવા માટે પોતાને જે રસ હોય તે ક્ષેત્રમાં આગળ વધવા માટે સૂચન આપવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોના શિક્ષણને લઈને મોટીવેશન શબ્દોથી તેઓને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા.આવેલ તમામ લાભાર્થીઓ માંથી કેટલાક લાભાર્થીઓ દ્વારા તેઓના જીવનના અનુભવો પણ રજૂ કર્યા હતા. વાલીઓ દ્વારા જણાવ્યું હતું કે બીસીસી સંસ્થા અને આવા દાતાઓ દ્વારા અમારા બાળકોને વધુને વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે તેઓનો ખૂબ સારો પ્રયાસ રહેલો છે.





Reporter: admin