News Portal...

Breaking News :

શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર કરતુ શિક્ષણબોર્ડ

2024-07-06 11:16:47
શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર કરતુ શિક્ષણબોર્ડ


અમદાવાદ : શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થયાને એક મહિના થશે છે, જૂન પણ પુરો થઈ ગયો છે ત્યારે બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામા આવી છે.


આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 12થી 15 દિવસ વહેલી 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે અને 13 દિવસ વહેલી 13મી માર્ચે જ પરીક્ષા પુરી થઈ જશે. જ્યારે ધો.9 અને ધો.11માં વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ થશે. મહત્વનું છે કે સરકારે અગાઉ ગુજરાત બોર્ડની સ્કૂલો માટે એપ્રિલથી નવુ સત્ર શરૂ કરવાની જાહેરાતનો ફિયાસ્કો થતા 2025માં પણ અમલ નહીં.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધો.9થી 12 (તમામ પ્રવાર)માં 14મી ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા શરૂ થશે. જે 23મી ઓક્ટોબર સુધી ચાલશે. જ્યારે પ્રીલિમ-દ્વિતિય પરીક્ષા 20મી જાન્યુઆરીથી શરૂ થશે અને જે 28 જાન્યુઆરી સુધી ચાલશે. 


30મી જાન્યુઆરીએ ધો.9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવશે ધો.10 એન 12 માટે બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાની સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરીથી શરૂ થશે અને જે ચોથી ફેબ્રુઆરી સુધી ચાલશે. ધો.12 સાયન્સમાં બોર્ડની પ્રાયોગિક પરીક્ષા છઠ્ઠી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 14મી ફેબ્રુઆરી સુધી ચાલશે.આ વર્ષે ધોરણ ૧૦ અને 12 (તમામ પ્રવાહ)ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે. ગત વર્ષે 11મી માર્ચે બોર્ડ પરીક્ષા શરૂ થઈ હતી. દર વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહ બાદ બોર્ડ પરીક્ષા શરૂ થતી હોય છે ત્યારે આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં જ બોર્ડ પરીક્ષા શરૂ થઈ જશે. જે 13મી માર્ચ સુધી ચાલશે.ગત વર્ષે 26મી માર્ચ સુધી બોર્ડ પરીક્ષા ચાલી હતી ત્યારે આ વર્ષે 13 દિવસ વહેલી બોર્ડ પરીક્ષા પુરી થઈ જશે. ધો.9 અને 11માં સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ થશે અને જે 19મી એપ્રિલ સુધી ચાલશે.

Reporter: News Plus

Related Post