વડોદરા શહેરના તરસાલી બાયપાસ વિસ્તારમાં મુખ્ય માર્ગનું ધોવાણ થતાં ઠેર ઠેર ખાડા અને ચીકણી માટી પ્રસરી જતા પસાર થતા અસંખ્ય વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે.
શહેરમાં વરસેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના પોલ ખોલી દીધી છે. હજી પણ કેટલાક વિસ્તારોમાં રોડ પર ખાડા પડવા ગાબડા પડવા ભુવા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે તરસાલી બાયપાસ હિંમતનગર વિસ્તાર પાસે આશરે 1 કિમીનો આખો રોડ ધોવાઈ ગયો છે, અને આખા માર્ગ ઉપર નાના-મોટા ખાડાઓનું સામ્રાજ્ય આપ્યું છે
થોડા સમય પહેલા ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ યોગ્ય કામગીરી રસ્તાઓની કરવામાં નહીં આવતા હાલ રોડ ઉપર ચૂંટણી માટી પ્રસરી ગઈ છે.જેના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માત પણ થયા છે. સ્કૂલે અભ્યાસ કરવા જતા બાળકોને રીક્ષા ચાલકો પણ લેવા આવતા નથી જેના કારણે વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે.ત્યારે વહેલી તકે આ રોડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગણી કરી હતી.
Reporter: admin