News Portal...

Breaking News :

યાત્રાધામ પાવાગઢ ખાતે ટેકનિકલ ખામીના કારણે રવિવારે પણ રોપ-વે સેવા બંધ રહેતા યાત્રિકોને પડી ભારે

2025-03-10 10:04:26
યાત્રાધામ પાવાગઢ ખાતે ટેકનિકલ ખામીના કારણે રવિવારે પણ રોપ-વે સેવા બંધ રહેતા યાત્રિકોને પડી ભારે


સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના લાખો કરોડો ભક્તો છે જે પૈકી વાર તહેવાર સહિત દર શનિવાર રવિવારની રજાઓમાં હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો પાવાગઢ પધારે છે 


જેમાં માઈ ભક્તોને માચીથી ડુંગર પર ટ્રોલીઓ મારફતે લાવવા-લઈ જવા માટે ઉષા બ્રેકો લિમિટેડ કંપની સંચાલિત માં કાલિકા ઉડન ખટોલા રોપ-વે સેવા કાર્યરત છે જે રોપ-વે સેવા મારફતે માઇ ભક્તો સહુલત અને આરામ સાથે ડુંગર સુધી પહોંચી માતાજીના દર્શન કરી શકે છે જેમાં દર વર્ષે વાર્ષિક મેઈન્ટેનન્સના કારણે રોપ-વે સેવા બંધ રાખી રીપેરીંગની કામગીરી હાથ ધરાય છે જે અંતર્ગત તારીખ 17 મી ફેબ્રુઆરી થી 4 થી માર્ચ 2025 એટલે કે 16 દિવસ જેટલા સમય સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી અને 5 મી માર્ચના રોજથી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરાઈ હતી જેમાં આજે 9 મી માર્ચ રવિવારના રોજ જાહેર રજાને પગલે મોટી સંખ્યામાં યાત્રિકો પાવાગઢ ખાતે પધાર્યા હતા. 


પરંતુ આજે વહેલી સવારે ભારે પવનના કારણે વહેલી સવારે રોપ-વે સેવા બંધ કરાયા બાદ સવાર બાદ ટેકનીકલ ખામી આવી જતા સાંજે 5:00 વાગ્યા સુધી પણ રોપ-વે સેવા બંધ રહેતા યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને પધારેલા માઇ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રોપ-વે સેવાના ભરોસે મોટી સંખ્યામાં પાવાગઢ આવેલા યાત્રિકોને આજે રવિવારે સમગ્ર દિવસ દરમિયાન રોપ-વે સેવા બંધ રહેતા પગપાળા ચઢાણવાળા અનેક પગથિયા ચઢી માતાજીના દર્શન કરવા માટે મંદિર સુધી જવું પડ્યું હતું જોકે તેમ છતાં ભક્તોની શ્રદ્ધા કે આસ્થામાં કોઈ ઓટ આવી ન હતી અને મોટી સંખ્યામાં માઇ ભક્તોએ આજે રવિવારે વહેલી સવારે થી લઇ સાંજ સુધી અનેક પગથિયા પગપાળા ચઢી પાવાગઢ ડુંગર પર માતાજીના મંદિરે પહોંચી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી ધન્ય થયા હતા.

Reporter: admin

Related Post