વડોદરાના વિવિધ વિસ્તારમાં 16 થી 25 એપ્રિલ સુધી રહેશે વીજ કાપ 4 કલાક વીજ પુરવઠો ખોરવાશે
વડોદરા : ભર ઉનાળે વડોદરાવાસીઓને વીજ કાપ સહન કરવાનો વારો આવશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. જેના કારણે 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈ પણ જાતની જાણ કર્યા વિના પુનઃ ચાલુ કરી દેવાશે. કઈ તારીખે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.16 એપ્રિલના બુધવારે અટલાદરા સબ ડિવિઝન, અટલાદરા રોડ ફીડર, ફતેગંજ સબ ડિવિઝન દીપ ફીડર, ધરમસિંહ ફીડર સહિત આસપાસનો વિસ્તાર. જ્યારે તા.17ને ગુરુવારે સમા સબ ડિવિઝન 11 કેવી અગોરા, અગોરા મોલ સમા ફીડર, ગોત્રી સબ ડિવિઝન ગંગોત્રી ફીડર તથા વાસણા સબ ડિવિઝન માઇલ સ્ટોન ફીડર અને અટલાદરા સબ ડિવિઝન નારાયણ ફીડર સહિત લક્ષ્મીપુરા સબ ડિવિઝન પ્રથમ સૃષ્ટિ ફીડર અને ગોરવા સબ ડિવિઝન શ્રીનાથ ફીડરનો આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.19ને શનિવારે ફતેગંજ સબ ડિવિઝન આનંદ નગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, ઇસ્કોન હાઇટ્સ ફીડર, વાસણા સબ ડિવિઝન ફીડર, અટલાદરા સ્ટેડિયમ ફીડરની આસપાસનો વિસ્તાર સહિત તા.20 ને રવિવારે અલકાપુરી સબ ડિવિઝન આર્કેડ ફીડર, પૂર્વ સબ ડિવિઝન ગોરવા ગામ ફીડરની આસપાસનો વિસ્તાર આવી જ રીતે તા.22 ને મંગળવારે સમા સબ ડિવિઝન ચાણક્યપુરી ફીડર, મનોરથ ફીડર, ગોરવા સબ ડિવિઝન, સહયોગ ફીડરની આસપાસનો વિસ્તાર તથા તા.23 ને બુધવારે ફતેગઢ સબ ડિવિઝન હાર્મની ફીડર લક્ષ્મીપુરા સબ ડિવિઝન, માધવ પાર્ક ફીડર, અટલાદરા સબ ડિવિઝન, મહાબલીપુરમ ફીડર, અકોટા સબ ડિવિઝન, સ્વાગત ફીડર, વાસણા સબ ડિવિઝન, ટાગોર નગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, વુડા ફીડરની આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.24 ગુરુવારે સમા સબ ડિવિઝન, અણુશક્તિ ફીડર, ગોરવા સબ ડિવિઝન, સુભાનપુરા રોડ ફીડરની આસપાસનો વિસ્તાર ઉપરાંત અટલાદરા સબ ડિવિઝન, સન ફાર્મા ફીડર (એસટી ઇએક્સપી) તા.25 ને શુક્રવારે વાસણા સબ ડિવિઝન, વરણીમાં ફીડર, અટલાદરા સબ ડિવિઝન, ચાણક્ય ફીડર અકોટા સબ ડિવિઝન ગુજરાત ટ્રેક્ટર ફીડર ગોત્રી સબ ડિવિઝન રાજેશ ટાવર ફીડર આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.26 ને શનિવારે ફતેગંજ સબ ડિવિઝન ડિલક્સ ફીડર, અલકાપુરી સબ ડિવિઝન સારાભાઈ ઇસ્ટ એવન્યુ આસપાસના વિસ્તારમાં નિયત સમયે વીજ પુરવઠો જરૂરી રીપેરીંગકામ અંગે બંધ રહેશે તેમ વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.
Reporter: admin