શહેરના આજવા સયાજી સરોવર ખાતે સત્યનારાયણ કથા યોજાઇ હતી જેમાં કોર્પોરેટર આશિષ જોશી પણ હાજર રહ્યા હતા.

આશિષ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં અતાપીના સંચાલકો દ્વારા કામ ડિલે થયું હોવાથી અને આજની તારીખે પણ તંત્ર દ્વારા પાઇપ લાઇન નાખવાનું બાકી હોવાથી પૂર્વ વિસ્તારના લોકોને પાણીની તકલીફ સહન કરવી પડે છે. તેમણે કહ્યું કે આજવા સરોવરનું લેવલ ઓછું થઇ રહ્યું છે. પૂર્વ વિસ્તારની ટાંકીમાં પાણીની બહુ ઘટ પડી રહી છે

ત્યારે આ સંજોગોમાં વડોદરા શહેર પર મેઘરાજા મહેરબાન થાય અને વડોદરાનું લેવલ વધે તો જ પૂર્વ વિસ્તારને વધુ પાણી મળશે બાકી દ્વારા અતાપીના અવરોધ અને તંત્રની લાપરવાહીના કારણે પૂર્વ વિસ્તારના રહીશોને પાણીની તકલીફ પડી રહી છે તે ચાલુ જ રહેશે.
Reporter: admin