News Portal...

Breaking News :

2025ના શરુઆતના 6 મહિનામાં દૂર્ઘટનાઓની ભરમાર

2025-06-14 10:11:01
2025ના શરુઆતના 6 મહિનામાં દૂર્ઘટનાઓની ભરમાર


2025નું વર્ષ શરુઆતથી જ દૂર્ઘટનાઓ ભરેલુ શરુ થયું છે. અત્યાર સુધીના 6 મહિનામાં દેશમાં બનેલી કેટલીક હ્રદ્રાવક ઘટનાઓમાં નિર્દોષ લોકોના મોત થયા છે. 



2025ના પહેલા 6 મહિનામાં દેશમાં બનેલી કેટલીક હૃદયદ્રાવક બનેલી ઘટનાઓ જોઇએ તો.અમદાવાદમાં પ્લેન ક્રેશ થતાં અત્યાર સુધીમાં 265ના મોત થયા છે.જ્યારે ગત જાન્યુઆરીમાં મહાકુંભમાં ભાગદોડમાં ૩૭ લોકોના મોત.થયા હતા.જાન્યુઆરીમાં જ જલગાંવમાં ટ્રેન અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા હતા.  


ફેબ્રુઆરીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં ૧૮ લોકોના મોત.એપ્રિલમાં ગુજરાતમાં બનાસકાંઠાની ફેક્ટરી વિસ્ફોટમાં ૨૧ લોકોના મોત થયા હતા.એપ્રિલમાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા.જૂનમાં બેંગલુરુમાં આરસીબી વિજય પરેડમાં અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા હતા.

Reporter: admin

Related Post