વડોદરા મહાનગરપાલીકાના ચૂંટાયેલી પાંખના પદાધીકારીઓ કાયદાનું પાલન કરવાની મોંટી મોટી વાતો કરે છે પણ પોતે જ લોકોમાં વટ મારવા માટે કોર્પોરેશનની ગાડીઓમાં અનઅધિકૃત રીતે સાયરનો લગાડીને ફરે છે.

આ પદાધીકારીઓ શહેરના સ્કૂલ હોસ્પિટલ જેવા સાયલન્ટ ઝોનમાં પણ સાયરનો વગાડીને ફરે છે પણ તેમને એટલું ભાન હોતું નથી કે આ સાયલન્ટ ઝોન છે. શહેરના મેયર, ડે.મેયર, ચેરમેન અને સભા સેક્રેટરી સહિતના તમામ ચૂંટાયેલી પાંખના પદાધીકારીઓ અને અધિકારીઓ પ્રજાના પૈસે મોભો જાળવવા માટે પોતાની સરકારી ગાડીઓ પર સાયરન લગાડીને ફરી રહ્યા છે. શહેરની વિશ્વામિત્રી બચાવો સમિતીના કાર્યકરોએ બુધવારે આ મામલે શહેર પોલીસ કન્ટ્રોલ રુમમાં ફરિયાદ કરતાં પહેલા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર તપાસ કરતા આ તમામ પદાધીકારીઓની ગાડીઓ પર સાયરન લગાડેલી જોવા મળી હતી. ત્યારબાદ આ મામલો ટ્રાફિક પોલીસને સોંપાતા ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ટ્રાફિક પોલીસે પણ તપાસ કર્યા બાદ કહ્યું કે અમે પરિપત્રની જોગવાઇનો અભ્યાસ કરીશું અને જો આ લોકો પરિપત્રની જોગવાઇમાં નહીં આવતા હોય તો સાયરન દુર કરાવીશું. વડોદરા શહેરના મેયર પીંકી સોની ડે.મેયર ચિરાગ બારોટ અને ચેરમેન ડો,શીતલ મિસ્ત્રી કાયદાનું પાલન કરે એ જરૂરી છે. બીજાને સલાહ આપવા તુરત જ મેયર નીકળી પડે છે પણ પોતે તો કાયદાનું પાલન કરતા નથી. શહેરની વિશ્વામિત્રી બચાવો સમિતીના કિશોર શર્મા, સંજય વાઘેલા અને શૈલેશ અમિને જણાવ્યું હતું કે કોર્પોરેશનના ચૂંટાટેલી પાંખના પદાધીકારીઓ ગેરકાયદેસર રીતે વર્ષોથી પોતાની સરકારી ગાડીઓ પર સાયરન લગાવીને ફરે છે. આજે અમે કન્ટ્રોલરુમમાં કોર્પોરેશનના પદાધીકારીઓએ પોતાની ગાડીઓ પર સાયરન લગાડી છે તે બાબતે ફરિયાદ કરી હતી. અમારી પાસે ભારત સરકારના પરિપત્ર મુજબ સાયરન લગાડી શકે તેનું લિસ્ટ છે તેમાં આવી શકતા નથી.આ લોકો સાયલન્ટ ઝોનમાં પણ સાયરનો વગાડતા નિકળે છે જેથી અમે આ સાયરનો તત્કાલીક ઉતારવા માગ કરી છે. શાસક પક્ષના નેતા, મેયર , ચેરમેન, ડે મેયર, સભા સેક્રેટરીની ગાડીમાં સાયરનો લગાડેલી છે. જેમને પરમશીન છે તે યાદીમાં આ લોકો આવતા નથી.

અમે અગાઉ પણ આવેદનપત્ર આપ્યું હતું. છતાં કાર્યવાહી કરાઇ નથી.આ લોકોનું જોઇને બીજા લોકો પણ સાયરન લગાડશે. અમે પોલીસને જાણ કરી તો પોલીસે કહ્યું કે ટ્રાફિક માં આવશે. અને ટ્રાફિક પોલીસે આવીને પણ તપાસ કરી છે. વિશ્વામિત્રી બચાવો સમિતીના એડવોકેટ શૈલેશ અમિને જણાવ્યું કે ચૂંટાયેલા લોકોને તો કાયદાની ખબર હોતી નથી કારણ કે ઘણા બહું ભણેલા હોતા નથી અને લોકશાહીમાં ચૂંટણી જીતી જાય છે પણ જવાબદારી અધિકારીઓની છે. મ્યુનિ કમિશનર ,કલેક્ટર અને પોલીસ કમિશનરને અમે ભુતકાળમાં કાગળ લખેલો છે, કોઇ કાર્યવાહી કરી નથી. આ લોકો વટ મારવા સરકારના પૈસાથી ફરવા નિકળે છે. આ મામલે સમિતીના કિશોર શર્મા અને સંજય વાઘેલાએપોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલે તપાસ કરવા આવેલા ટ્રાફિક પોલીસના અધિકારીએ કહ્યું હતું કે અમને કન્ટ્રોલમાં વર્ધી મળી છે. આ અધિકૃત છે કે કેમ તે બાબતે પરિપત્ર જોવા પડશે અને સાયરન કોની ગાડીમાં લાગે કે કોને ના લાગે તે તે જોવું પડશે. પરિપત્રમાં જોગવાઇ ના હોય તો સાયરન દુર કરવાની કાર્યવાહી થશે. હાઇકોર્ટમાં પીટીશન કરવાની ચીમકી પાલિકાના પદાધિકારીઓ એ ગેરકાયદેસર સાયરન લગાડેલા બાબતે વિશ્વામિત્રી બચાવો સમિતિ ના પ્રમુખ કિશોર શર્મા અને સંજય વાઘેલા એ પોલીસ કંટ્રોલમાં સાંજે 5 વાગે ફરિયાદ કરેલી જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ના બે કોન્સ્ટેબલ મોટરસાઇકલ પર ૫:૩૦ કલાકે આવેલા અને જણાવેલું કે ટ્રાફિક માં અરજી કરો ત્યારે અમે કહ્યું કે અમે છ મહિના પહેલા અરજી આપેલ છે. બાદ ટ્રાફિક ના ઇન્સ્પેક્ટર આવેલા અમને મળેલા નહોતા પણ મીડિયા ને જણાવેલું કે તેમને પરિપત્ર અંગે જાણ નથી એમ કહી જતા રહ્યા. બાદમાં એસીપી, ડીસીપી આવ્યા અને અમોને પાલિકાની બાજુમાં આવેલ ડિવિઝન ઓફિસ બોલાવેલા જ્યાં અમોને અડધો કલાક બહાર બેસાડી રાખેલા જેથી અમો ત્યાંથી નીકળી પાલિકા આવી ઊભા રહ્યા સાંજે ૫:૦૦ વાગ્યાની કંટ્રોલ પર લખાવેલી ફરિયાદ ને રાત્રે ૮:૩૦ સુધી કોઈ કાર્યવાહી કરેલી નથી. અમો આ બાબતે જો નિકાલ નહીં થાય તો ગુજરાત હાઇકોર્ટ માં પોલીસ ની નિષ્ક્રિયતા, પોલીસની હાજરી માં આરોપીઓ સ્થળ છોડી જવા દેવા અને ગેરકાયદેસર સાયરન બાબતે પીટીશન કરીશું..તેમ વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરાના કિશોર શર્મા, સંજય વાઘેલા અને એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું હતું.
Reporter: