News Portal...

Breaking News :

દારૂના નશામાં પ્રવાસીએ ઍર હોસ્ટેસ સાથે કથિત ઉદ્ધત વર્તન કર્યું

2025-05-05 09:45:15
દારૂના નશામાં પ્રવાસીએ ઍર હોસ્ટેસ સાથે કથિત ઉદ્ધત વર્તન કર્યું


મુંબઈ: દિલ્હી-શિર્ડી ફ્લાઈટમાં દારૂના નશામાં પ્રવાસીએ ઍર હોસ્ટેસ સાથે કથિત ઉદ્ધત વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ શુકવારે બપોરે ઈન્ડિગોની ફ્લાઈટ શિર્ડીમાં લૅન્ડ થયા પછી આરોપીને તાબામાં લેવાયો હતો.



ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ફ્લાઈટના ટૉઈલેટ નજીક આરોપીએ ઍર હોસ્ટેસને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. આરોપીના અશ્લીલ કૃત્યથી રોષે ભરાયેલી ઍર હોસ્ટેસે ક્રૂ મૅનેજરને આ બાબતે જાણ કરી હતી. શિર્ડી ઍરપોર્ટ પર ફ્લાઈટ લૅન્ડ થયા પછી સિક્યોરિટી અધિકારીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. 



સિક્યોરિટી અધિકારીએ આરોપીને પોલીસના તાબામાં સોંપ્યો હતો. આરોપીને રહાટા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની વિરુદ્ધ વિનયભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.તબીબી તપાસમાં આરોપીએ દારૂનું સેવન કર્યું હોવાની વાતની ખાતરી થઈ હતી. રહાટા પોલીસે આરોપીને નોટિસ બજાવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post