વડોદરા: વન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરાના કેવડાબાગ વિસ્તારમાં એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. 'નિસહાય બ્લાઈન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' અને 'શ્રી હરિ સેવા'ના સંયુક્ત ઉપક્રમે આશરે 20 જેટલા દિવ્યાંગોના હસ્તે 15 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રસ્ટના અગ્રણીએ બદલાતા હવામાન અને ઋતુચક્ર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ વિરુદ્ધના સતત વધતા માનવીય હસ્તક્ષેપના કારણે ભરશિયાળામાં પણ ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં માત્ર 'વન મહોત્સવ'ની ઉજવણી પૂરતી નથી, પરંતુ સાચા અર્થમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને 'વન' ઊભું કરવાની જરૂર છે. લોકો એર કન્ડિશનર અને કુલર પાછળ મોટો ખર્ચ કરે છે, તેના બદલે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવે તો ગરીબોને કુદરતી ઠંડક મળી શકે તેમજ
આ પ્રસંગે વડોદરાના નાગરિકોને સોશિયલ મીડિયા સુધી સીમિત ન રહીને વાસ્તવિક જીવનમાં વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન કરવાની અપીલ કરવામાં આવી હતી, જેથી પર્યાવરણનું સંતુલન જાળવી શકાય અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય મળી શકે.
Reporter: admin







