વેમાલી અટલાદરા સમા સહિત અનેક જગ્યાએ થી છોડવામાં આવે છે ગટર નું ગંદુ પાણી..
ખુદ કોર્પોરેશન જ વિશ્વામિત્રીમાં ગટરનું પાણી છોડીને દુષિત કરી રહી છે...

વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છતાની કેવળ પોકળ વાતો જ થઇ રહી છે. એનજીટી અને પોલ્યુશન બોર્ડ ની વારંવાર નોટિસ છતાં વિશ્વામિત્રી માં અનેક જગ્યાએ ગંદુ પાણી છોડવામાં આવે છે. એક તરફ 1200 કરોડનું આંધણ કરીને વિશ્વામિત્રીની સફાઇ કરવામાં આવી રહી છે બીજી તરફ કોર્પોરેશન જ ગંદુ પાણી છોડીને વિશ્વામિત્રીને પ્રદૂષિત કરી રહી છે. શહેરના નાગરિકો ને ગંદકી ફેલાવવા બદલ દંડ ફટકારતી વડોદરા મહાનગરપાલિકા જાતે જ ગંદકી ફેલાવી રહી છે. વિશ્વામિત્રીમાં ગટર નું ગંદુ પાણી છોડવામાં આવતા વડોદરા શહેરમાં મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે અને તેથી શહેરીજનો પરેશાન થઇ ગયા છે.
શહેરના વેમાલી અટલાદરા સમા સહિત અનેક જગ્યાએ થી વિશ્વામિત્રીમાં ગંદુ પાણી છોડવામાં આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ જ આ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા તરફ જતા નદીમાં એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટ નું કામ ચાલી રહ્યું છે. પણ તેને થોડે દુર જ કોર્પોરેશન બિન્ધાસ્ત ગટરનું પાણી છોડી રહ્યું છે. ગઇ કાલે જ્યારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે મેકઅપ કરીને તેમને બતાવામાં આવ્યું હતું પણ થોડે દુર જે ગટરનું પાણી છોડાય છે તે બતાવામાં આવ્યું નથી. જીપીસીબીએ સેમ્પલ લીધા હતા અને તેમાં ગટરનું પાણી હોવાનું પણ બહાર આવ્યું છે. જીપીસીબીએ કોર્પોરેશનને નોટિસ પણ આપેલી છે પણ છતાં તંત્ર સુધરતું નથી, લોકોને છેતરવા 1200 કરોડના નામે ભ્રષ્ટાચારની આ યોજના બનાવાઇ છે, માટીના પાળા બનાવી દીધા છે
Reporter: admin