ચેન્નઈએ તાજેતરમાં ટીમ અને ધોનીના ૧૦૩ વર્ષના ફૅન રામદાસનો એક વિડિયો શૅર કર્યો હતો. વિડિયોમાં રામદાસે ધોની માટેના તેના પ્રેમને વ્યક્ત કર્યો હતો. આ વિડિયો જોયા બાદ ધોનીએ તેના આ સુપર ફૅન માટે ૧૦૩ નંબરવાળું સ્પેશ્યલ ટી-શર્ટ બનાવી ઑટોગ્રાફ અને આભાર માનતી નૉટ સાથે મોકલાવ્યું હતું. રામદાસ આ ગિફ્ટથી ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા.
બ્રિટિશ સેનાના ભૂતપૂર્વ મેમ્બર રામદાસ ૧૦૩ વર્ષની ઉમરે પણ ચેન્નઈની મૅચ અચૂક જુએ છે અને તેઓ હજી ધોનીને જ ચેન્નઈનો કૅપ્ટન માને છે. રામદાસને ક્રિકેટ જોવી ખૂબ જ ગમે છે, પણ એ રમવાનો તેમને ડર લાગે છે. T20 ક્રિકેટ જલદી પૂરી થઈ જતી હોવાથી એ તેમને વધુ ગમે છે.
આગામી ઝિમ્બાબ્વે સિરીઝ સામે રમવા IPL છોડીને જઈ રહેલા બંગલાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહેમાનને મહેન્દ્ર સિંહ ધોનીએ યાદગીરી માટે તેનું સાઇન કરેલું ટી-શર્ટ ગિફ્ટમાં આપ્યું હતું. રહેમાને સોશ્યલ મીડિયામાં એક ફોટો શૅર કરીને ધોનીનો આભાર માનતાં લખ્યું હતું કે ‘માહી ભાઈ, દરેક બાબત માટે આભાર. તમારા જેવા લેજન્ડ સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરવો મારા માટે એક વિશેષ લાગણીરૂપ રહ્યો. દરેક વખતે મારા પર વિશ્વાસ રાખવા બદલ આભાર. તમારા મૂલ્યવાન માર્ગદર્શનને હું હંમેશ યાદ રાખીશ. તમને ફરી મળવા અને તમારી સાથે રમવા ઉત્સુક છું.
Reporter: News Plus