વાઘોડિયાના પૂર્વ ઘારાસભ્ય ઘર્મેન્દ્રસિંહ વાઘેલા આવતી કાલે વિઘાનાસભા ની યોજાનાર પેટા ચૂંટણી નું ફોરમ ભરવાના છે.મળેલી માહિતી અનુસાર વાઘોડિયા મત વિસ્તાર ના લોકલાડીલા અને યુવાન ઉમેદવાર ઘમેન્દ્રસિંહ વાઘેલા પોતાના વિશાળ ટેકેદારો ની હાજરીમાફોર્મ ભરનાર છે.
આ પ્રંસગે તેઓ એક વિશાળ રેલી સાથે વાજતે ગાજતે રેલી સ્વરૂપે નીકળશે. જેમાં મોટી સંખ્યા યુવકો, વડીલો, ભાઈઓ અને બહેનો પણ જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ અગાઉ વાઘોડિયા મત વિસ્તાર મા અપક્ષ તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ એ રાજીનામુ આપી ને ભાજપામા જોડાયા હતા. હાલ તેઓ ભાજપામા થી ઉમેદવારી કરી ને ફોર્મ ભરવાના છે.
જ્યારે તેમની સામે મઘુશ્રી વાસ્તવ પણ ફોર્મ ભરે તેવી શક્યતા જણાઈ રહી છે. ન્યૂ પલ્સ સાથેની વાતચીત મા મઘું ભાઈએ જણાવ્યું હતું કે આગામી 17-18 તારીખે આ અંગે હું જણાવીશ. હજુ કાંઈ નકકી કર્યું નથી. જો મઘુભાઈ અપક્ષ ચૂંટણી લડશે તો વાઘોડિયા મા ભારે રસકાસી નો જંગ જામશે તેમ મનાય રહીયુ છે. હવે જોવાનું એ રહીયુ કે મઘું ભાઈ અપક્ષ ચૂંટણી લડશે કે કેમ તે કહેવું હાલ અઘરું છે. જો આમ ન થાય તો ઘર્મેન્દ્રસિંહ વાઘેલા માટે વાઘોડિયા ની સીટ જીતવી આસાન બની જશે. જો મઘુભાઈ ચૂંટણી લડે તો ઘર્મેન્દ્રસિંહ માટે વાઘોડિયાની સીટ કપરા ચઢાણ બની રહેશે તેમ રાજકીય નિષ્ણાંતો નું કહેવું છે
Reporter: